Jetpur

જેતપુર: થણાગાલોલ-જેતપુર રોડ પરથી પસાર થઈ રહેલા વેપારીને ત્રિપુટીએ માર મારી લૂંટી લીધા

 

ઉપલેટાના વેપારી ઉપર થાણાગાલોલ નજીક હુમલો કરી રોકડા , કાર , મોબાઇલ સહિત ૨.૯૦ લાખની લૂંટ: ત્રણ શખ્સ હાથ ઉંચો કરીને કાર ઉભી રખાવ્યા પછી ઢોર માર માર્યા બાદ કાર, મોબાઈલ અને રોકડા રૂ . ત્રીસ હજાર લૂંટી નાસી ગયેલી ત્રિપુટી પોલીસના રડારમાં

જેતપુરના થાણાગાલોલ ગામ નજીકથી કાર લઈને પસાર થઈ રહેલા ઉપલેટાના વેપારી પર ત્રણ અજાણ્યા શખ્સોએ હુમલો કરીને રોકડા રૂપિયા ૩૦ હજાર તેમજ મોબાઇલ અને કાર સહિત કુલ ૩. ૨.૯૦ લાખની માલમત્તાની લૂંટ ચલાવી નાસી ગયાની કૃરિયાદ નોંધાઇ છે , પોલીસે ગુનો નોંધી લૂંટારુ ત્રિપુટીને ઝડપી લેવા પ્રયાસ શરૂ.

પ્રાપ્ત માહિતી અનુસાર માર્કેટીંગ યાર્ડમાં પેઢી ધરાવતા નિવર દિનેશભાઇ ચાવઢ ઉ.વ. ૨૨ (રહે. જકાતનાકા સામે એસ.કે. સ્કૂલવાળી શેરી, ઉપલેટા) ૧૧ જાન્યુઆરીના સાંજે ૮ વાગ્યે પોતાની સ્વીફ્ટ ડિઝાયર કાર રજી નં. જી.જે. ૨૫ એ ૬૬૨૧ લઇને થાણાગાલોલ નજીકથી પસાર થઇ હતા તે દરમિયાન થાણાગાલોલથી જેતપુર રોડ પર ત્રણ અજાણ્યા શખસે હાથ ઉંચો કરીને ઉભા રહેવાનો સંકેત કરતા વેપારીએ કાર ઉભી રાખી હતી અને શું કામ ઉભા રાખ્યા એ જાણવા કારમાંથી ઉતરીને અજાણ્યા શખસો પાસે પહોંચ્યા હતા દરમિયાન ઉપરોકત ત્રણેય શખસે વાતચીત કરવાના બદલે હુમલો કરીને ઢોર માર માર્યો હતો અને વેપારીને પછાડી દીધા બાદ કાર, મોબાઇલ અને રોકડા ૩૦ હજાર મળી કુલ રૂ . ૨.૯૦ લાખની માલમત્તાની લૂંટ ચલાવીને નાસી ગયા હતા.

 

લૂંટના બનાવ અંગે જેતપુર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પીએસઆઈ પી.જે બાટવા સહિતના સ્ટાફે સીસીટીવી ફુટેજના આધારે તપાસ શરૂ કરી છે લૂંટારૂઓની ઓળખ મળી ગઈ હોવાનો અને ટૂંક સમયમાં જ આરોપીઓ પકડાઇ જવાનો પોલીસે આશાવાદ વ્યક્ત કર્યો છે.

સુનિલ જમોડ (જેતપુર)

Translate »
%d bloggers like this: