Jetpur-1

જેતપુર: મામી સાથેના પ્રેમ સંબંધમાં મામાએ જ હત્યા કર્યાનું ખુલ્યું: અકસ્માતે થયેલ મૃત્યુ નોંધના બનાવ મામલે પોલીસે મૃતક યુવકના કૌટુંબીક મામાની કરી ધરપકડ

જેતપુર તાલુકાના કેરાળી ગામની સીમમાં પંદરેક દિવસ પૂર્વે એક કૂવામાંથી શ્રમિક યુવકની લાશ મળી આવતા પોલીસ ચોપડે અકસ્માતે મોતની નોંધ કરી પોલીસે તપાસ ચલાવતા મૃતકને કૌટુંબીક મામી સાથેના પ્રેમપ્રકરણમાં મામાએ ચીકાર દારૂ પીવડાવી કૂવામાં ફેંકી દઈ હત્યા કરી નાખી હોવાનું ખુલતા પોલીસે આરોપી મામાની અટકાયત કરી હતી મૂળ ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના વતની નિલેશભાઈ વસાવા છેલ્લા ચાર વર્ષથી પોતાના પરીવાર સાથે રહી જેતપુર તાલુકાના કેરાળી ગામે વજુભાઈ બાલધાની વાડીએ જ રહી ખેત મજૂરી કામ કરતા. એવામાં તેઓ ગત તારીખ ૨૭ નવેમ્બરના રોજ સાંજે વાડીએથી ગુમ થઈ જતા તેમના પત્ની કૈલાશબેને વિરપુર પોલીસમાં ગુમશુદાની નોંધ કરાવી હતી.

મૃતક યુવાનની ફાઈલ તસ્વીર

ત્યાર બાદ ગુમ થયેલ નિલેશની લાશ કેરાળી ગામથી ૨૦ કિલોમીટર દૂર રણછોડભાઈ રામોલિયાની વાડીના કુવામાંથી લાશ મળી આવતા વિરપુર પોલીસે જે તે વખતે આકસ્મિક મોત અંગેનો ગુનાની નોંધીને કરી હતી. અને પોલીસે અકસ્માતે મોતની તપાસમાં કોલ ડીટેઇલ અને લોકેશનના ખંગાળતા બનાવ શંકાસ્પદ હોવાનું જાણવા મળ્યું હતું. મૃતક નીલેશના ફોન કોલ ડિટેઈલમાં તેને કોઈ મહિલા સાથે સંબંધ હોવાની વાત પોલીસમાં ધ્યાને આવી હતી જે બનાવ અંગેની તપાસ બાદ આ ઘટના હત્યા હોવાનું ખુલતા પોલીસ પણ અચંબિત થઈ ગઈ હતી.

હત્યા અંગેની જાણવા મળતી વિગત મુજબ મૃતક નિલેશને તેના કૌટુંબિક મામા વિનુભાઈ વસાવા (રહે. ગુંદિયા તા. વાલિયા) ની પત્ની સાથે આડા સંબંધ હતા જે અંગેની વિનુભાઈને જાણ થઇ જતાં તેઓએ નિલેશને રણછોડભાઈ રામોલિયાની વાડીએ બોલાવી અને ચિક્કાર દારૂ પીવડાવીને ત્યાં આવેલ કૂવામાં ધક્કો મારીને ફેંકી દેતા તેમનું મોત થયું હતું.

આરોપી વિનુભાઈ વસાવા

વધુ જાણવા મળતી વિગત મુજબ મરણ જનાર યુવાનને સંતાનમાં ત્રણ મહિનાનો પુત્ર અને બે પુત્રી હોવાનું જ્યારે આરોપી વિનુને સંતાનમાં બે પુત્રો હોવાનું જાણવા મળેલ છે. પોલીસે વિનુ વસાવાની અટકાયત કરી તેનો કોરોના ટેસ્ટ કરાવી જે નેગેટીવ આવતા તેની ધરપકડ કરી હતી.

Translate »
%d bloggers like this: