દુષ્કર્મ આચરનાર નરાધમને ફાંસી આપવાની માંગ સાથે જેસર કોળી સમાજ દ્વારા અપાયું આવેદન

દુષ્કર્મ આચરનાર નરાધમને ફાંસી આપવાની માંગ સાથે જેસર કોળી સમાજ દ્વારા અપાયું આવેદન

ભાવનગર ની અગિયાર વર્ષની દીકરી સાથે દુષ્કર્મ આચરનાર નરાધમને ફાંસી આપવાની માંગ સાથે જેસર કોળી સમાજ દ્વારા અપાયું આવેદન


જેસર, આજરોજ તા. 26 જુલાઈ, ભાવનગર જિલ્લાના જેસર તાલુકા ના કોળી સમાજના જાગૃત આગેવાનો દ્વારા ગત તા. 17 જુલાઈના રોજ ભાવનગર મુકામે 11 વર્ષની દીકરી સાથે દુષ્કર્મ આચરનાર નરાધમ કે જે ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી ના મામાનો દીકરો થાય છે તેથી આવો ગુનો આચરનાર ને છાવરવા પોલીસ દ્વારા ગુનો ન નોંધવામાં પણ દબાણ લાવવામાં આવેલ. ત્યારે આ બાબતે સમાજના જાગૃત લોકોએ આગળ આવીને પોલીસતંત્ર ઉપર દબાણ લાવતા ગુનો નોંધાયો છે.

આવા નરાધમ ગુનેગારને ફાંસી ની આપવા ની માંગ સાથે જ્યાં સુધી ગુના ની કોર્ટ કાર્યવાહી થાય ત્યાં સુધી જેલને હવાલે રાખવા અને વહેલામાં વહેલી તકે કેસ ચલાવી ગુનેગારને ફાંસીની સજા મળે એવી માંગ સાથે ગુજરાત જનચેતના પાર્ટી જેસર કાર્યાલય મંત્રી ગોરધનભાઈ ડાભી, અશોકભાઈ વાઘેલા, ભરતભાઈ કરજાળા, સંજયજી ભારોલા, ગોરધનભાઈ ઠાકોર, શાંતિનગર રાજભા ઠાકોર જેસર, રસિકભાઈ ઠાકોર,ઈટીયા જગદીશભાઈ ગોહિલ, ફૂલવાડી મુકેશભાઈ પરમાર , મનસુખભાઈ સોલંકી, મનસુખભાઈ ચૌહાણ કરજાળા વગેરે

કોળી સમાજના સૌ જાગૃત આગેવાનો દ્વારા દીકરી ને ન્યાય અપાવવા માટે અને આવું કૃત્ય કરનાર ને સજા અપાવવા માટે મામલતદારશ્રી જેસર મારફતે રાજ્યપાલશ્રીને આવેદન પત્ર પાઠવવામાં આવેલ.

તસ્વીર :- ગોપાલ ગોંડલિયા ,જેસર (ગારીયાધાર)

Translate »
%d bloggers like this: