જેસર પોલીસ સ્ટેશનના પોસ્કોના ગુન્હામાં નાસ્તો ફરતો આરોપી પકડી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કોડ ભાવનગર

ભાવનગર રેન્જ ભાવનગરના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી.અશોકકુમાર યાદવ સાહેબ તથા ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠૈાડ સાહેબે ની સુચના અને માર્ગ દર્શન હેઠળ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી.વી.વી. ઓડેદરા તથા પો.સબ ઇન્સ. શ્રી.એન.જી.જાડેજા તથા એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કોડ સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર વિસ્તારમાં બનેલ ઘરફોડ ચોરીઓના અનડીટેકટ ગુન્હાઓ ડીટેકટ કરવા તેમજ ગુન્હામાં નાસ્તા ફરતા આરોપીઓ ને પકડી લેવા માટે ખાસ સુચના આપેલ.

 

જે સુચના અને માર્ગદર્શન હેઠળ આજરોજ ભાવનગર,એલ.સી.બી. સ્ટાફનાં માણસો વલ્લભીપુર પોલીસ સ્ટેશન વિસ્તા રમાં ચોરીના શકદારોની હકિકત મેળવવા પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યા્ન પેટ્રોલીંગ ફરતાં-ફરતાં મુળઘરાઇ બસ સ્ટેશન પાસે આવતા હેડ કોન્સ અનિરૂધ્ધસિંહ ગોહિલને ખાનગીરાહે હકિકત મળેલ કે જેસર પોલીસ સ્ટેશન ફ ગુ.ર.ન. ૧૦૦/૨૦૧૯ ઇ.પી.કો કલમ- ૩૬૩,૩૭૬(એન), ૧૧૪ તથા પોસ્કો કલમ-૬,મુજબના ગુન્હામાં નાસ્તો-ફરતો આરોપી પરેશ મેહુર દેવીપુજક રહે. અઘેવાડા તા.જી.ભાવનગર વાળો તેના સસરા કરમશી વેરશીના ઘરે આવેલાની હકિકત મળતા જેથી તુરતજ તે સ્થળ ઉપર જઇ બાતમી વાળો ઇસમ પરેશ ભાઇ મેહુરભાઇ ચારોલીયા/દેવીપુજક ઉવ.૩૦ રહે. અઘેવાડા તા.જી. ભાવનગર વાળા હોવાનું જણાવતા મજકુર ઇસમોને ઉપરોકત ગુનાના કામે પુછપરછ કરતા પોતાને ગુનાના કામે અટક કરવાના બાકી હોય જેથી તેઓની રેર્કડ ઉપર ખાત્રી કરતા સદરહું ગુન્હામાં અટકાયત કરવાનો બાકી હોય જેથી વલ્લભીપુર પોલીસ સ્ટેશન પોલીસ સબ ઇન્સ. શ્રી ને આગળની કાર્યવાહી કરવા સોપી આપેલ છે. 

 

આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી.નાં પોલીસ ઇન્સ. શ્રી.વી.વી. ઓડેદરા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા ની સુચના અને માર્ગ દર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફ નાં હેડ કોન્સ.અનિરૂધ્ધસિંહ ગોહિલ તથા હેડ કોન્સ. જીતેન્દ્રસિંહ ઝાલા તથા સાગર ભાઇ જોગદિયા તથા પો.કો કુલદિપ સિંહ ગોહિલ તથા ડ્રા હેડ કોન્સ. સુરૂભા ગોહિલ વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં.

Translate »
%d bloggers like this: