ભારતીય બનાવટનો ઈગ્લીશ દારૂની બોટલ નંગ-૫, તથા બીયર ટીન નંગ-૩૧૦ કિ.રૂ.૩૩,૦૦૦/-નો મુદ્દામાલ ઝડપી પાડતી જેસર પોલીસ ટીમ

ભાવનગર રેન્જ ડી.આઈ.જી.પી.શ્રી અશોકકુમાર યાદવ સાહેબ તથા ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબ એ દારૂ તથા જુગારની બદી નેસ્તનામુદ કરવા સુચના આપેલ જે અન્વયે પાલીતાણા નાયબ પોલીસ અધિક્ષક શ્રી આર.ડી.જાડેજા સાહેબ ના સીધા માર્ગદર્શન હેઠળ જેસર પો.સ્ટે.ના પો. સબ ઈન્સ. શ્રી આર.એ. વાઢેર સાહેબ સાથે જેસર પોલીસ સ્ટાફ ના હેડ કોન્સ. આર.બી. રાઠોડ તથા પો.કોન્સ. ઇન્દ્રજીતસિંહ બી. ગોહિલ તથા પો.કોન્સ. શક્તિસિંહ યુવરાજસિંહ ગોહીલ તથા પો.કોન્સ. જીવાભાઇ આર. ભમ્મર તથા પો.કોન્સ. સંદિપકુમાર બી. ઝંઝવાડીયા તથા વિ. સ્ટાફના માણસો જેસર પો.સ્ટે. ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન સાથેના પો. કોન્સ. ઇન્દ્રજીતસિંહ ગોહિલ તથા શકિતસિંહ ગોહિલને સંયુકત બાતમી રાહે હકીકત મળેલ કે, ધનરાજભાઇ ગંભીરભાઇ મકવાણા,રહે. ગામ બેડા તા.જેસર જી.ભાવનગર વાળાની ગામની સીમમા આવેલ વાડી વિસ્તારમા આવેલ તેના શીંગના ખેતરમા ઈગ્લીશ દારૂનો જથ્થો સંતાડેલ છે જેથી સદરહુ બાતમી હકીકત આધારે પ્રોહી. રેઈડ કરતા ભારતીય બનાવટના ઈગ્લીશ દારૂની બોટલ નંગ-૫, કિ.રૂા.૨,૦૦૦/- તથા બીયર ટીન નંગ-૩૧૦ કિ.રૂા.૩૧,૦૦૦/-મળી કુલ કિ.રૂા.૩૩,૦૦૦/- નો પ્રોહી. મુદ્દામાલ મળી આવેલ તેમજ મજકુર આરોપી રેઈડ દરમ્યાન હાજર મળી આવેલ વિ. મતલબેનો પ્રોહી. ધારા કલમ.૬૫- એ ઈ,૧૧૬-બી મુજબનો ગુન્હો રજી. કરાવેલ છે. આમ જેસર પોલીસ સ્ટાફ ટીમને ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો તથા બીયર ટીન પકડવામાં સફળતા મળેલ છે.

આ સમગ્ર કામગીરીમાં જેસર પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેકટર શ્રી આર.એ. વાઢેર સાહેબ તથા જેસર પોલીસ સ્ટાફ ના હેડ કોન્સ. આર.બી. રાઠોડ તથા પો.કોન્સ. ઇન્દ્રજીતસિંહ બી. ગોહિલ તથા પો.કોન્સ. શક્તિસિંહ યુવરાજસિંહ ગોહીલ તથા પો.કોન્સ. જીવાભાઇ આર. ભમ્મર તથા પો.કોન્સ. સંદિપકુમાર બી. ઝંઝવાડીયા વિ. સ્ટાફના માણસો જોડાયા હતાં.

Translate »
%d bloggers like this: