જેસર જીઈબી એન્જિનિયર દ્રારા ગ્રાહકોને આપેલ ધમકી બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું

જેસર જીઈબી એન્જિનિયર દ્રારા ગ્રાહકોને આપેલ ધમકી બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું
જેસર ગામના સામાજિક આગેવાન અને કોગ્રેસ પક્ષના પુર્વ તાલુકા પ્રમુખ અશોકભાઈ વાઘેલા તા:22/05/2020 ના રોજ સાજના4:30 કલાક આસપાસ જીઇબી ઓફિસે જઈ તેમના સા.કુડલા રોડ પર આવેલ કારખાનાનુ બિલ ન

મળતા એક કાગળની કાપલી જેમા રૂ. 4286ની રકમ લખેલ હોય તે કાપલી કારખાનામા કામ કરતા મજુરને આપીને જતા રહેલ તે કાપલી લઈ ને અશોકભાઈ વાઘેલા જીઇબી કચેરીએ બિલ ભરવા ગયેલ અને કેસીયર પર બેઠેલ મેડને કહેલ કે બહેન આ કાપલીમા તારીખ અને યુનીટ લખેલ નથી તો મારે કેવીરીતે બિલ ભરવુ તેમ પુછતા બહેન જવાબ ન આપે તે પહેલા

જુ.ઇજનેર અમીત.કે.મહેતાએ અશોકભાઇને અંદર બોલાવીને કહ્યુ કે અહિ કોઈ ફરીયાદ લઈને ન આવવાનુ અને ઉશ્કેરાઈ જઈને મનફાવે તેમ બોલવા લાગેલ અશોકભાઇ એ કહેલ કે સાહેબ મારે બિલભરવાનુ છે એટલે કહુ છું પણ સાહેબ કોઇ વાત ન સાભળતા કહેલ કે જ્યારે તમારે તમારા કારખાને જયારે કર્મચારી આવ્યા ત્યારે ત્યાજ પુછી લેવાનુ અહિ ક્યારેય કોઇ ફરીયાદ લઈને ન આવવુ નહિતર પોલિસ

ફરિયાદ કરીવાની ધમકી આપીને અશોકભાઇને બદનામ કરવાનો પ્રયત્ન કરેલ હોય જેથી એક કર્મચારી પોતાની ફરજ પર ગ્રાહકોને ધમકાવતા હોવાની રાવને લઈને સારા કર્મચારીઓને પણ નિચા જોવુથતુ હોય જેથી આ કર્મચારી સામે કડક કાર્યવાહી કરવા અને જો કોઇ કાર્યવાહી ન થાય તો ગાંધી સિન્ધ્યામાર્ગે ઉપવાસ પર બેસવાની સાથે આવેદનપત્ર આપતા
પદુભાઇ બાલધિયા
જેસર તાલુકા કોગ્રેસ પ્રમુખ
અશોકભાઇ વાઘેલા
પુર્વ તાલુકા કોગ્રેસ પ્રમુખ

Translate »
%d bloggers like this: