જસદણ આઈટીઆઈના તાલીમાર્થીઓએ બનાવ્યું 1500 વોલ્ટનું એમ્પ્લીફાયર

જસદણ આઈટીઆઈના તાલીમાર્થીઓએ બનાવ્યું 1500 વોલ્ટનું એમ્પ્લીફાયર

સરકાર હાલ આઈટીઆઈને રોજગાર અને સ્વરોજગારી બાબતે ખૂબ મહત્વ આપી રહી છે ત્યારે તાજેતરમા જસદણ આઈ.ટી.આઈ ના ઈલેક્ટ્રીક વિભાગ ના તાલીમાર્થીઓએ 1500 વોલ્ટનૂ એમપ્લીફાયર બનાવી એક સરાહનીય કામગીરી કરી છે જે બજાર મા આશરે રૂ.30000 રુપીયા જેવી મોંધી કીંમતનું બજારમાં મળે છે.
તેવુ જ એમપ્લીફાયર આશરે રૂ.5500 જેવી કીંમત મા ધર આગંણે બનાવવૂ શક્ય છે તેવૂ જસદણ આઈ.ટી.આઈ ના તાલીમાર્થીઓ કવૈયા ભાવિન , કાપડી રોહિત,વાધાંણી અક્ષય ,માલકીયા જયસૂખ ,કાલાપરા સાગર અને ગોહિલ વિજય , મકવાણા જયસુખ એ સાબીત કરી બતાવ્યુ છે.

આ કાર્યમાં આઈ.ટી.આઈના પ્રિન્સિપાલ કુ.આર.સી.વિઠલાણી, ફોરમેન એ.એમ.કુરેશી તેમજ ઇન્સ્ટ્રકટર ડી.કે મકવાણા, એમ.વી કોટડીયા , એન.એ.વાજાએ આ તાલીમાર્થીઓને આ કૌશલ્ય બાબતે માર્ગદર્શીત કરી તાલીમાર્થીઓને રોજગાર અને સ્વરોજગાર માટે પ્રોત્સાહિત કર્યા હતા.
અહેવાલ:-શ્રીમતિ એમ.જે.કંડોલીયા

Translate »
%d bloggers like this: