નવયુગ વિદ્યાલય જંબુસર માં આજરોજ સમરસતા દિવશની ઉજવણી કરવામાં આવી. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના અગ્રણી શ્રી સાગરભાઈ રબારીની રાહબરી હેઠળ નવયુગ વિદ્યાલય, શ્રીમતી એચ.એસ.શાહ હાઈસ્કૂલ અને સરસ્વતી વિદ્યામંદિર ના વિધાર્થીઓ દ્રારા રેલીનું આયોજન કરી ભાઈચારાનો સંદેશ આપ્યો હતો.

બ્રેકીંગ ન્યુઝ

નવયુગ વિદ્યાલય જંબુસર માં આજરોજ સમરસતા દિવશની ઉજવણી કરવામાં આવી.
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના અગ્રણી શ્રી સાગરભાઈ રબારીની રાહબરી હેઠળ નવયુગ વિદ્યાલય, શ્રીમતી એચ.એસ.શાહ હાઈસ્કૂલ અને સરસ્વતી વિદ્યામંદિર ના વિધાર્થીઓ દ્રારા રેલીનું આયોજન કરી ભાઈચારાનો સંદેશ આપ્યો હતો.

ત્યારબાદ તાલુકાપંચાયત ખાતે બાબાસાહેબ આંબેડકર ના સ્ટેચ્યુ ને ફુલહાર પહેરાવી ને વિધાર્થીઓ અને ઉપયુક્ત મહાનુભાવોએ સમાજમાં સમરસતા પૂવૅક જીવીશુ અને સમરસતા લાવવાનો પ્રયત્ન કરીશું એવો સંકલ્પ લીધો હતો .ત્યારબાદ નવયુગ વિદ્યાલય ના પટાંગણમાં ઉપસ્થિત મહેમાનોમાં સમારંભના અધ્યક્ષ તાલુકા વિકાસ અધિકારી શ્રીકરશનભાઈ પટેલનું સ્વાગત કરવામાં આવ્યું હતું તથા શાળાના આચાર્ય હિતેન્દૃસિંહ ઠાકોર ધ્વારા પ્રાસંગિક ઉદ્બબોધન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નવયુગ વિદ્યાલય ના ઉચ્ચતર માધ્યમિક વિભાગના શિક્ષકો નો સાથ સહકાર રહ્યો હતો.

રિપોર્ટર
ઉમેશ.બી ગોરાહવા

Translate »
%d bloggers like this: