31 ઇન્ટરનેશનલ હ્યુમન (હેલ્થ એન્ડ બ્યુટી)ઓલમ્પિક -2019 માં જાનવી મહેતા એ કર્યુ ભારત દેશનું પ્રતિનિધિત્વ

31 ઇન્ટરનેશનલ હ્યુમન (હેલ્થ એન્ડ બ્યુટી)ઓલમ્પિક -2019 માં જાનવી મહેતા એ કર્યુ ભારત દેશનું પ્રતિનિધિત્વ. ”

ભાવેણા ના ઘરેણાં સમાન જાનવી વિદેશોમાં દેશનું ગૌરવ વધારી રહી છે

ગત તા. 9-10  નવેમ્બર 2019 એ ભારત દેશના એચ.આર.ડી. મીનીસ્ટ્રી અને ગ્લોબલ યોગ  અલાઇનસ નું ડેલીગેશન ને સાઉથ કોરીયા ખાતે યોજાયેલ  31 ઇન્ટરનેશનલ હ્યુમન (હેલ્થ એન્ડ બ્યુટી)ઓલમ્પિક -2019 માં ત્યાના પ્રેસિડેન્ટ ઓફ કોરીયા ઈન્ડિયા કલ્ચર એકસચેન્જ એસોસિએશન  દ્વારા  આમંત્રિત કરવામાં આવ્યા હતા. અને  એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.  જેમાં ભાવનગર ની ધરેણુ સમાન દીકરી જાનવી જીગ્નેશભાઈ  મહેતા, ડો. હર્ષદ સોલંકી (એશિયન યોગાસન  સ્પોર્ટસ ફેડરેશન  અને યોગ એન્ડ કલ્ચરલ ઓફ ગુજરાતના સેક્રેટરી) જેઓ ગુજરાત માંથી  અને  ગ્લોબલ યોગ અલાઈન્સ ના અધ્યક્ષ ડો.ગોપાલ જી અને રમેશ લોહાન એ ભારત દેશનું પ્રતિનિધિત્વ  આ ઓલમ્પિકમાં કર્યુ હતું જેમાં  20 દેશના ડેલીગેશન ઉપસ્થિત રહ્યા હતા. તેમાં ભારત દેશ માંથી  જાનવી મહેતા એ  અદ્ભુત યોગ કૃતિ રજૂ કરી સર્વ ને મંત્રમુગ્ધ કર્યા અને ઉપસ્થિત તમામ ના દિલ જીત્યા. કોરીયન એમ્બેસેડર ઓફ યોગ નો એવોર્ડ ઓમ અને એમની ટીમ ને આપવામાં  આવ્યા.  ઇન્ડો કોરીયા યોગ એન્ડ કલ્ચર એકસચેન્જ એમ. ઓ. યુ. પણ સાઈન કરવામાં આવ્યુ  જે ભારત દેશ માટે ખુબજ ગર્વ ની વાત કહેવાય.

તસ્વીર :- પી.ડી ડાભી તળાજા

અમારી દરેક અપડેટ મેળવો તમારા મોબાઈલ પર નીચેના બેલ આઈકોન પાર ક્લિક કરી નોટિફિકેશન ઓન કરો અને મેળવો દરેક સમાચાર સત્ય સચોટ અને સંપૂર્ણ સમાચાર

વિડીયો ન્યુઝ અપડેટ જોવા માટે અહીં ક્લિક કરો અને ચેનલને સસ્ક્રાઇબ કરો

Translate »
%d bloggers like this: