સાગબારા ખાતે જનજાગૃત્તિ કાર્યક્રમ યોજાયો

 સાગબારા ખાતે “બાળ લગ્ન એક અભિષાપ” જનજાગૃત્તિ કાર્યક્રમ યોજાયો

રાજપીપલા, બુધવાર:  નર્મદા જિલ્લામાં સાગબારાની સરકારી વિનયન કોલેજ ખાતે ગઇકાલે બાળલગ્ન વિષય પર જનજાગૃત્તિ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી-સહ-જીલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી એસ.વી.રાઠોડ, જીલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રી ચેતનભાઈ.ડી.પરમાર, જીલ્લા કાનુની સેવા સતા મંડળનાં પ્રતિનીધિશ્રી, તાલુકાના અધિકારીશ્રી એમ.વી.પાડવી વગેરે ઉપસ્થિત રહ્યાં હતા.

ઉપસ્થિત મહાનુભાવો દ્વારા બાળ અધિકારો જુવેનાઈલ જસ્ટીસ એક્ટ-૨૦૧૫, પોકસો-૨૦૧૨ કાયદાની સાથે સમાજ સુરક્ષા અને બાળ સુરક્ષાની યોજનાઓ વિશે વિસ્તૃત સમજ અપાઇ હતી, જેમાં બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમન, બાળ લગ્નની આડઅસરો, બાળકોના મન ઉપર થતી આડઅસરો વિશે વિગતવાર માહિતી પૂરી પાડવા ઉપરાંત બાળ લગ્ન થતા અટકાવવા માટે જિલ્લા સમાજ સુરક્ષા કચેરીનો સંપર્ક સાધવા તેમજ બાળકો ઉપર થતા જાતીય શોષણ અટકાવવા  માટે કેવા પગલાં લેવા તે અંગે વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરી વિસ્તૃત માહિતી પૂરી પડાઇ હતી.આ કાર્યક્રમમાં કોલેજના ૨૦૦ જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

Translate »
%d bloggers like this: