જામનગર: પરિસ્થિતિનો તાગ મેળવવા ગયેલા અધિકારીઓ ફસાયા

જામનગરનાં જોડિયામાં 42 લોકોનાં રેસ્ક્યૂ માટે એરફૉર્સનાં હેલિકૉપ્ટરને બોલાવવામાં આવ્યું હતુ. એરફૉર્સનાં હેલિકૉપ્ટર દ્વારા 32 લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. તો કેટલાક સરકારી અધિકારીઓનું પણ રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. એરફૉર્સનાં હેલિકૉપ્ટર દ્વારા પ્રોબેશન SDM, TDO અને નાયબ મામલતદારનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું. એરફૉર્સ દ્વારા માનપર-હીરાપર વચ્ચે ફસાયેલા અધિકારીઓ બચાવીને જામનગર મોકલવામાં આવ્યા છે.
આ અધિકારીઓ સવારે પરિસ્થિતિનો તાગ મેળવવા જોડિયા તાલુકાનાં માનપર-હીરાપર ગયા હતા અને અહીં તેઓ પાણી વચ્ચે ફસાયા હતા. ત્યારબાદ એરફોર્સની મદદ માંગવામાં આવી હતી, ત્યારબાદ જામનગરથી ઉડેલા હેલીકોપ્ટર દ્વારા તેમને બચાવીને સુરક્ષિત સ્થળે પહોંચાડવામાં આવ્યા હતા.
બીજી તરફ અરબી સમુદ્રમાં ગયેલી પોરબંદરની 10 હોડીઓ લાપતા થઇ છે. માછીમારી કરવા ગયેલી 10 હોડી લાપતા થઇ છે અને નવા બંદર પાસે હોડીએ જળસમાધિ લેતા 3 લોકોનાં મોત થયા છે.

Translate »
%d bloggers like this: