જામનગર શહેર તથા સીકકા પાટીયા નજીક થી ૧૧ ( અગીયાર ) પિસ્ટલ તથા ૧૯ ( ઓગણીસ ) કાર્ટીસ પકડી પાડતી જામનગર એલ.સી.બી. પોલીસ.

જામનગર ના પોલીસવડા શ્રી દીપન ભદ્રન નાઓ તથા ઇ./ચા.પોલીસ અધિક્ષક શ્રી નિતેશ પાંડે નાઓ ની સુચના તથા એલ.સી.બી. પો.ઇન્સ.શ્રી.કે.જી.ચૌધરી નાઓના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. સ્ટાફના પો.સ.ઇ. શ્રી બી.એમ.દેવમુરારી તથા પો.સ.ઇ.શ્રી આર.બી.ગોજીયા તથા માણસો જામનગર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા તથા નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા અંગે પેટ્રોલીંગમાં હતા.

 

દરમ્યાન એલ.સી.બી. સ્ટાફનાઃ- ભગીરથસિંહ સરવૈયા તથા દિલીપભાઇ તલાવડીયા ને બાતમી રાહે હકિકત મળેલ જેમા , જામનગર શહેરમાં રેલ્વે સ્ટેશન , ઓવરબ્રીજ પાસેથી આરોપી- રાયમલ હાજી સંધી રહે.જામનગર વાળા ના કબજામાથી પીસ્ટલ -૦૧ તથા કાર્ટીસ -૦૨ સાથે પકડી કાયદેસર કાર્યવાહી કરવામા આવેલ , અને મજકુર ઇસમ ને સદર હથિયાર એકાદ વર્ષ પહેલા હિતુભા ભગતસિંહ ઝાલા તથા પ્રવિણ ઉર્ફે ટકો ગીગાભાઇ વાળા એ સપ્લાય કરેલ હોવાનું ખુલવા પામતા મજકુર બન્ને આરોપીઓ હાલે ખુનની કોશીષ ફાયરીંગ ના ગુન્હામાં જામનગર જીલ્લા જેલમાં હોય , જે બન્ને આરોપીઓનો ગુન્હાના કામે કબજો મેળવી , તેઓની ધરપકડ કરી . મજકુર બન્નેની પુછપરછ કરતા તેમના કબજામાં અન્ય હથિયારો ( અગ્નીશસ્ત્ર ) હોવાની કબુલાત કરતા મજકુર આરોપી -હિતુભા ભગતસિંહ ઝાલાએ સદર હથિયાર ઉપરાંત સીકકા પાટીયા નજીક આવેલ.ડીવેન મોટર ગેરેઝ પાસે બંધ કોપ્લેક્ષની બાજુમાં બાવળની કાંટમાં જમીનમાં સંતાડેલ , હથિયારોમા પીસ્ટલે -૧૦ તથા કાર્ટીસ -૧૭ કાઢી આપતા જે તમામ હથિયારો કબજે કરવામાં આવેલ , મજકુર હિતુભા ઝાલા તથા પ્રવિણ ઉર્ફે ટકા વાળા ને સદરહુ હથીયાર સપ્લાય કરનાર ઇસમ અંગેની તપાસ તજવીજ ચાલુમા છે . મજકુર હિતુભા ઝાલા તથા પ્રવિણ ઉર્ફે ટકો ના કબજા હસ્તક પીસ્ટલ -૧ ૧ કિ.રૂ .૨,૨૫,૦૦૦ / – તથા કાટીસ -૧૯ કિ.રૂ .૧૯૦૦ / – ના મળી કિ.રૂ .૨,૨૬,૯૦૦ / – નો મુદામાલ કબજે કરી પો.હેડ.કોન્સ . હરદીપભાઇ બી.ધાધલ એ જામનગર સીટી બી ડીવી પો.સ્ટે . ગુ.ર.નં. ગુ.ર.ન. ૧૧ ૨૦૨૦૦૯૨૦૧૮૯૬ / ૨૦૨૦ આર્મ્સ એકટ કલમ ૨૫ ( ૧ બી ) એ , ૨૯ ગુનાના કામે મુદામાલ કબજે કરી કાયદેસર ની કાર્યવાહી કરેલ છે . મજકુર બન્ને આરોપીઓ ( ૧ ) હિતુભા ઝાલા ( ૨ ) પ્રવિણ ઉર્ફે ટકો જે અગાઉ ખુનની કોશીષ , લુટ , અપહરણ.હથિયાર સપ્લાય.મારામારી , ઇંગલીશ દારૂ . જેવા ગંભીર ગુન્હામાં પકડાયેલ છે . આ કાર્યવાહી પો.ઇન્સ.શ્રી કે.જી.ચૌધરી નાઓની સુચના થી પો.સ.ઇ.શ્રી બી.એમ.દેવમુરારી , પો.સ.ઇ શ્રી . આર.બી.ગોજીયા તથા એલ.સી.બી. સ્ટાફના સંજયસિંહ વાળા , માંડણભાઇ વસરા , અશ્વિનભાઇ ગંધા , હરપાલસિંહ સોઢા , ફીરોજભાઇ દલ , હીરેનભાઇ વરણવા , ભરતભાઇ પટેલ , નાનજીભાઇ પટેલ , શરદભાઇ પરમાર , યશપાલસિંહ જાડેજા , ભગીરથસિંહ સરવૈયા , દિલીપ તલવાડીયા , વનરાજભાઇ મકવાણા , હરદિપભાઇ ધાધલ , પ્રતાપભાઇ ખાચર , ધાનાભાઇ મોરી , રધુભા પરમાર , અજયસિંહ ઝાલા , યોગરાજસિંહ રાણા , ભારતીબેન ડાંગર , એ.બી.જાડેજા તથા અરવીંદગીરી વિગેરે દ્વારા કરવામાં આવેલ છે .

Translate »
%d bloggers like this: