પાણીપુરી ખાવા માટે 3 દિવસ પહેલા કરાવવું પડે છે બુકીંગ..જાણો પાણીપુરી રસિયાઓ માટેની અજબ કહાની

જામનગર રજવાડાઓનું નગર એટલે જામનગર એટલે સૌરાષ્ટ્ર વાસીઓ માટે અલહદક અને શાંતિપ્રિય સ્થળ. જ્યાં હે.. સાંજ પડે ને લકો રસ્તાઓ પર નાસ્તાની જાયફત ઉડાવવા નીકળી પડે અને એમાંય રણમલ તળાવ ની સામે આવેલ એક દુકાન *ગોલગપ્પા* આવે ત્યારે લોકોના મો માં પાણી આવી જાય હા વાત છે પાણીપુરી બનાવતી દુકાન *ગોલગપ્પા* ની જ્યાં પાણી પુરી ખાવા માટે લોકોની ભીડ ઉમટી પડે છે જ્યાં 11 ફ્લેવર્સ માં વિવિધ પ્રકારની પાણીપુરી જોવા મળે છે જેમાં ચોકલેટ પાણીપુરી, પાન શોટ્સ પાણીપુરી, મિક્ષ ફ્રુટ પાણીપુરી, ટેનગી સિક્સ ફ્લેવર, આઈસક્રીમ પાણીપુરી, મેક્સિકન તેમજ પિઝા અને ઇટાલિયન પાણીપુરી તેમજ ચિઝકોર્ન જૈન અને મસાલા ચીઝ પાણીપુરી ની વેરાયટીઓ જોવા મળે છે. આમ તો સામાન્ય રીતે છેલ્લા 20 દિવસથી શરૂ કરવામાં આવેલ આ આ દુકાન ના મલિક બે યુવાઓ

પ્રીતેશ ભાઈ તેમજ ધવલભાઈ ના જણાવ્યા અનુસાર સામાન્ય રીતે બજારમાં નોર્મલ ભાવ માં જે પાણીપુરી મળતી હોય છે તેના કરતાં વધુ સારી ક્વોલિટી સાથે 21 રૂપિયા માં અનલિમિટેડ જેટલું મન કરે તેટલું ખાવ સાથે ઓફર પણ રાખવામાં આવી છે જ્યાં 3 દિવસ સુધી નું આશરે 350 લોકોનું વેઇટિંગ હાલમાં નોંધાયું છે અને આગળના સમયમાં પણ વધી શકે છે.

આમ પાણીપુરી ના રસિયાઓ માટે ખૂબ જ મજા આવે તેવું સ્થળ બની રહ્યું છે અને મોમાં પાણી લાવતી

પાણીપુરી માટે પાણીપુરી રસિયાઓ મહિલાઓ, યુવાઓ કે બાળકો મન મૂકી આ અનલિમિટેડ ઓફરનો લાભ લઇ રહ્યા છે અને પાણીપુરી ની મજાની જાયફત ઉડાવી એના વિવિધ સ્વાદને માણી રહ્યા છે.

Translate »
%d bloggers like this: