જામનગરમાં વધુ 2 પીઆઈની નિમણુંકના સ્પેશ્યલ ઓર્ડર. પોલીસ બેડામાં મોટી હલચલના એંધાણ. જામનગર મુકવા પાછળ ખાસ મિશન હોવાની ચર્ચા

 

જામનગરના નવા એસપી તરીકે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના બાહોશ અધિકારી ડીસીપી દીપેન ભદ્રનની નિયુક્તિ થતાંજ ફેરફાર થવાની શક્યતાઓ પ્રબળ બની છે અને આજે જામનગર ખાતે 2 વધુ પીઆઇ મુકાતા અટકળો તેજ બની ગઈ છે. આણંદના કે જી ચૌધરી અને સોરઠ તાલીમ કેન્દ્રના પીઆઇ એસ એસ નિનામાને જામનગર ખાતે મુકવામાં આવ્યા છે. આ બંને પીઆઇને મુકવા પાછળ કાંઈક ખાસ કારણ હોવાનું પોલીસ બેડામાં ચર્ચાઈ રહ્યું છે. સૂત્રો મુજબ જયેશ પટેલને ફરતે પણ ગાળિયો મજબૂત કરવામાં આવશે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.

એસપી શ્વેતા શ્રીમાળીની બદલી કરાઈ અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી દીપેન ભદ્રનને મુકાયા અને ચાર્જ સંભળતાની સાથે જ અધિકારીઓ સાથે બેઠકનો દૌર શરૂ કરી દીધો છે. આવનાર સમયમાં પોલીસ બેડામાં પણ કંઈક મોટા ઉથલ પાથલની શક્યતાઓ સેવાઇ રહી છે. હવે જોવું એ રહ્યું કે કયારે શું બનશે એ તો સમય જ બતાવશે. ખેર આ બે નવા પીઆઈને જામનગર મુકવામાં આવતા પોલીસ બેડામાં કાંઈક નવાની અટકળો તેજ થઈ ગઈ છે.

Translate »
%d bloggers like this: