J&K: ફારુક અબ્દુલ્લા અને મહેબૂબા મુફ્તીની સર્વદળીય બેઠક

કેન્દ્ર સરકાર દ્વારા ઘાટીમાં 10 હજાર સૈનિકોની તૈનાતી બાદ પીડીપી અને નેશનલ કોન્ફરન્સ બીજેપી સરકારને સતત ચેતવણીઓ આપી રહી છે. રવિવારે કાશ્મીરમાં હાલની સ્થિતી પર ચર્ચા માટે જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલ્લાના ઘરે એક સર્વદળીય બેઠક કરવામાં આવી. આ બેઠકમાં પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી(પીડીપી)ના અધ્યક્ષ મહેબૂબા મુફ્તી પણ હાજર હતા.

આ બેઠક પહેલા મહેબૂબા મુફ્તીના ઘરે થવાની હતી. પરંતુ અંતિમ સમયે એનસી સંરક્ષણ, જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલ્લાના ઘરે રાખવામાં આવી. આ બેઠક જમ્મુ-કાશ્મીરના હાલની સ્થિતિ પર કેન્દ્રીત હતી. જેમાં વિશેષ રાજ્ય દરજ્જા પર ચર્ચા કરવામાં આવી. બેઠક બાદ ફારુક અબ્દુલ્લાએ મીડિયાને સંબોધિત કરી અને કહ્યું કે કોઈ પણ સ્થિતિમાં જમ્મુ-કાશ્મીરથી વિશેષ દરજ્જો છીનવા નહીં દઈએ.

Translate »
%d bloggers like this: