જામગરી બંદુક સાથે એક ઇસમને વલ્લભીપુર તાબેના પચ્છેગામ ખાતેથી ઝડપી લેતી ભાવનગર એસ.ઓ.જી.

જીલ્લામાં ગેરકાયદેસર હથિયારો રાખતા ઇસમો બાબતે માહિતી મેળવી આવા ઇસમોને ઝડપી પાડવા ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠૌડ સાહેબે ભાવનગર જીલ્લાના પોલીસ અધિકારીઓને સુચના આપેલ હતી

જે અનુસંધાને એસ.ઓ.જી.ના નવનિયુક્ત પોલીસ ઇન્સ્પેકટર કે.બી.જાડેજા સાહેબના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. પોલીસને મળેલ બાતમી હકિકત આધારે આજરોજ વલ્લભીપુર તાબેના પચ્છેગામ  ખાતેથી આરોપી સુરપાલસિંહ રતુભા ગોહિલ ઉ.વ.૨૭ રહેવાસી પચ્છેગામ તા.વલ્લભીપુર જી. ભાવનગર વાળાને દેશી બનાવટની જામગરી બંદુક સાથે ઝડપી પાડી તેના વિરૂધ્ધમાં કાયદેસર કાર્યવાહી કરી એસ.ઓ.જી. શાખાના પોલીસ હેડ કોન્સ. પ્રદિપસિંહ ગોહિલે આર્મ્સ એક્ટ હેઠળ ફરિયાદ આપી વલ્લભીપુર પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે. અને આગળની તપાસ વલ્લભીપુર પોલીસ ચલાવી રહી છે.

આ કામગીરીમાં એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેકટર કે.બી.જાડેજા સાહેબના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. શાખાના હેડ કોન્સ. પ્રદિપસિંહ ગોહિલ, ઓમદેવસિંહ ગોહિલ, યુસુફખાન પઠાણ તથા પોલીસ કોન્સ. પાર્થભાઇ પટેલ તથા ડ્રાઇવર મુકેશભાઇ કંડોલીયા જોડાયા હતા.

Translate »
%d bloggers like this: