પંચમહાલ માં ખુદ PSI ગઢવી બુટલેગરને કરતા હતા મદદ, ગુજરાતમાં દારૂબંધીના ધજાગરા ઉડ્યા.

*પંચમહાલ માં ખુદ PSI ગઢવી બુટલેગરને કરતા હતા મદદ, ગુજરાતમાં દારૂબંધીના ધજાગરા ઉડ્યા.*

રાજ્યમાં દારૂબંધીના ધજાગરા ઉડાડવામાં આવ્યાં છે. ગુજરાત સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા જાંબુઘોટા પોલીસ સ્ટેશનમાં દરોડા પાડવામાં આવ્યા હતા. દરોડાની કાર્યવાહી દરમિયાન પોલીસ સબ ઇન્સપેક્ટરની ધરપકડ કરવામાં આવી હતી.

એક જ બુટલેગરને ત્યાં વિજિલન્સ અને PSIએ કરી હતી રેડ
વિજિલન્સે PSI એસ.આઇ. ગઢવીને બનાવ્યા સહઆરોપી
બુટલેગર સાથે મીલીભગતના આરોપસર બનાવાયા આરોપી
PSI એસ.આઇ. ગઢવીને બુટલેગરના સહઆરોપી બનાવવામાં આવ્યા છે. પંચમહાલમાં બુટલેગરને પોલીસકર્મી મદદ કરતો હતો. એક જ બુટલેગરને ત્યાં વિજિલન્સ અને PSIએ રેડ કરી હતી. વિજિલન્સે PIS એસ.આઇ. ગઢવીને સહઆરોપી બનાવ્યાં છે. બુટલેગર સાથે મીલીભગતના આરોપસર તેમને આરોપી બનાવવામાં આવ્યાં છે.
જાંબુઘોડાના ખેરડીવાવ ગામે દારૂનો જથ્થો ઝડપાયો હતો. બુટલેગર હિતેશ બારીયાના ત્યાંથી રૂપિયા 8 લાખ 50 હજારનો દારૂ ઝડપાયો હતો. PSI ગઢવીએ રેડ પાડી દારૂ ઝડપ્યો હતો. ત્યારબાદ વિજિલન્સે રેડ પાડતા વધુ દારૂ ઝડપાયો હતો. PSI ગઢવી સામે બુટલેગરની મદદ કરવાની ફરિયાદ થઇ છે. PSI ગઢવી સહિત 3 આરોપીઓની અટકાયત કરવામાં આવી છે.

PSI એસ.આઇ. ગઢવી સહિત 3 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. PSI એસ. આઇ. ગઢવી સહિત હિતેશ બારૈયા, ચિરાગ બારૈયા અને નરેશ નાયકની ધરપકડ કરવામાં આવી હતી. PSIની બુટલેગર સાથે સંડોવણી હોવાનું સામે આવ્યા બાદ કાર્યવાહી કરવામાં આવી હતી.

રિપોર્ટર :- સોહીલ શેખ શહેરા, પંચમહાલ

Translate »
%d bloggers like this: