જામનગર સર્કીટ હાઉસ ખાતે ૭૩માં સ્વાતંત્ર્ય પર્વની શહેર કક્ષાની ઉજવણી સંપન્ન

જામનગર સર્કીટ હાઉસ ખાતે ૭૩માં સ્વાતંત્ર્ય પર્વની શહેર કક્ષાની ઉજવણી સંપન્ન

જામનગર તા. ૧૫ ઓગષ્ટ, રાષ્ટ્રના ૭૩માં સ્વાતંત્ર્ય પર્વ પ્રસંગે જામનગરના સર્કીટ હાઉસ ખાતે શહેર કક્ષાની ઉજવણી રંગા રંગ અને ભવ્યતા પૂર્વક કરવામાં આવી હતી. ધ્‍વજવંદનને સલામી પ્રાંત અધિકારી અને સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટશ્રી, જામનગર(શહેર) હર્ષવર્ધનસિંહ સોલંકીએ આપી હતી, તિરંગાને સલામી આપી માર્ચ પાસ્‍ટનું નિરીક્ષણ કર્યું હતું.

જામનગરની વિવિધ સ્કુલોના બાળકો દ્વારા યોગ નિદર્શન, તેમજ દેશભક્તિના વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કરવામાં આવેલ હતા. પરેડ નિદર્શનમાં જિલ્લાના પોલીસ વિભાગ, એન.સી.સી., હોમગાર્ડ, સ્ટુડન્ટ કેડેટના જવાનો લોકોમાં આકર્ષણનું કેન્દ્વ બન્યા હતા. આ પ્રસંગે યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમોને લોકોએ તાળીઓના ગળગળાટથી વધાવી હર્ષની લાગણી વ્યકત કરી ૭૩માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં સહભાગી બન્યા હતા

આ પ્રસંગે બીનાબેન દવે, પોલીસ પ્લાટુન કમાન્ડર પી.એસ.આઇશ્રી આર.એલ.ઓડેદરા, હોમગાર્ડ પ્લાટુન કમાન્ડરશ્રીઓ કમલેશ ગઢિયા, ભાવનાબેન અંબાસણા જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારીશ્રીઓ, તથા શાળાના વિદ્યાર્થી, વિદ્યાર્થીનીઓ, તેમજ બહોળી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યાં હતા

Translate »
%d bloggers like this: