એ.સી.બી.ની સફળ ટ્રેપ

ફરીયાદી :–
એક જાગૃત નાગરિક

આરોપી – (૧) અંકિતભાઇ દિનકરભાઇ શાહ સી.એસ.સી.સેન્ટર ડી.એમ. (જીલ્લા મેનેજર)
રહે. જામજોઘપુર

આરોપી – (ર) સંદિપભાઇ મહેન્દ્રભાઇ વોરા ,
ઉ.વ. ૪૭ ઘંઘો :- ફોટો ગ્રાફી તથા સી.એસ.સી. સેન્ટર માં વી.એલ.ઇ. (વીલેજ લેવલ ઈન્ટરપ્યોર) રહે. કાલાવડ મેઇન બજાર માંડવી ચોક કાલાવડ (શીતલા)

લાંચની માંગણીની રકમ :- રૂપિયા ર૦,૦૦૦/-

લાંચ સ્વીકારેલ રકમ :- રૂપિયા ર૦,૦૦૦/-

લાંચની રીકવર કરેલ રકમ :- રૂપિયા ર૦,૦૦૦/-

ગુનો બન્યા તા.૧ર/૧૨/૨૦૧૯

ગુનાનુ સ્થળ :- આરોપી નં. (ર) ના શ્રી ડીજીટલ એન્ડ કોમ્પયુટર નામની દુકાન માં કાલાવડ

ગુનાની ટુંક વિગત :-
આ કામનાં ફરીયાદીએ સી.એસ.સી.સેન્ટર ના કોમ્પયુટર ઓપરેટર હોય અને તેઓએ ઇસ્ટેમ્પીંગનું લાયસન્સ મેળવવું હોય તે સારૂ આ કામના આરોપી નં. (૧) નો સંપર્ક કરેલ અને આ સારૂ રૂા. ર૦૦૦૦/- ની માંગણી કરેલ અને આક્ષેપીત નં. (ર) ના ને આપી દેવા જણાવેલ. ફરીયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોય જેથી એ.સી.બી. રાજકોટ શહેરનો સંપર્ક કરી ફરીયાદ લખાવતા તે આઘારે ગોઠવેલ લાંચના છટકામાં આ કામના આરોપી નં. (૧) ના કહેવાથી આરોપી નં.(ર) ના એ લાંચના રૂપીયા ર૦૦૦૦/- પંચની હાજરી માં સ્વીકારી પકડાઇ જઇ ગુનો કર્યા બાબત

ટ્રેપીંગ અધિકારી :-
શ્રી એચ.એસ.આચાર્ય, પો.ઇન્સ.
રાજકોટ શહેર એ.સી.બી પો.સ્ટે.

સુપર વિઝન અધિકારી :-
શ્રી એચ.પી.દોશી,
મદદનીશ નિયામક,
એ.સી.બી.રાજકોટ એકમ,

Translate »
%d bloggers like this: