જાફરાબાદ, સહિતના બંદરો પર ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા એક નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે

 

બેકિંગ ન્યૂઝ….. જાફરાબાદ (અમરેલી)

સૌરાષ્ટ્ર અમરેલી તરફ આગળ વધતો વરસાદ અને વાવાઝોડું, અરબી સમુદ્રમાં ડીપ્રેશન, દરેક બંદર પર 1 નંબરનું સિગ્નલ
સૌરાષ્ટ્રના માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

12થી 15 જુન વચ્ચે દરિયાકિનારા વિસ્તારમાં અસર

અરબી સમુદ્રમાં ડિપ્રેશન સર્જાયું છે.

સૌરાષ્ટ્રના દરેક બંદરો પર ફિશરીઝ વિભાગ દ્વારા એક નંબરનું સિગ્નલ આપી દેવામાં આવ્યું છે. તેમજ માછીમારોને દરિયો ન ખેડવા સુચના આપી દેવામાં આવી છે. 12થી 15 જુન વચ્ચે દરિયાકાંઠાના વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ પડવાની સંભાવના છે.

હવામાન વિભાગની આગાહીના પગલે સૌરાષ્ટ્રના બંદરો પર હોડીઓ લાંગરી દેવાની કાર્યવાહી હાથ ધરાઇ છે.

જાફરાબાદ, સહિતના બંદરો પર ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા એક નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે.

તેમજ માછીમારોને સાવચેત રહેવાની તાકીદ પણ કરવામાં આવી છે.

સૌરાષ્ટ્રમાં અમરેલી જિલ્લામાં વાવાઝોડા સાથે વરસાદ પડવાની સંભાવના છે.

રિપોર્ટર.બાબુ વાઢેર સાથે બારૈયા મહેશ – જાફરાબાદ

Translate »
%d bloggers like this: