જાફરાબાદ આરોગ્ય વિભાગ ના વિવિધ કાર્યક્રમ

જાફરાબાદ માં આયુષમાન ભારત પખવાડિયા અંતર્ગત રેલી યોજાઇ

માં મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો. એચ.એફ. પટેલ.સાહેબ,ડો.જયેશ પટેલ સાહેબ,ડો.સિંગ સાહેબ,ડો.જાટ સાહેબ તથા ડી.પી.સી. રિતિકા ચૌધરી અને ડો.લવલીન ગૌરના સીધા માર્ગદર્શન હેઠળ તથા તાલુકા હેલ્થ ઓફિસર ડો. જીગ્નેશ ગોસ્વામી ના અધ્યક્ષ સ્થાને જાફરાબાદ માં આયુષમાન ભારત પખવાડિયા અંતર્ગત રેલી નું આયોજન કરેલ

ભારત સરકાર દ્વારા આયુષમાન ભારત ( PMJAY) યોજનાનું એક વર્ષ પૂર્ણ થયેલ હોય તેના ભાગરૂપે સમ્રગ દેશ માં તા.૧૫/૯/૨૦૧૯ થી તા.૨/૧૦/૨૦૧૯ સુધી આયુષમાન ભારત પખવાડિયા તરીકે ઉજવવાનું નક્કી કરેલ છે,જેનો મુખ્ય ઉદ્દેશ આ યોજના નો બહોળો પ્રચાર-પ્રસાર કરી વધુમાં વધુ લોકોમાં જાગૃતતા લાવી અને લોકો તેનો વધુમાં લાભ લે અને લાભાર્થીઓ ને આ યોજનાની સંપૂર્ણ માહિતી મળી રહે તેમજ છેવાડા ના જરિયાયાત મંદ લોકો લાભ લઈ શકે તે માટે જાફરાબાદ તાલુકા હેલ્થ કચેરી તળે રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું.અને જાફરાબાદ શહેરી વિસ્તાર ની ગલીઓમાં લોકોમાં જાગૃતતા લાવવા અને આયુષમાન ભારત યોજના અંતર્ગત ના સૂત્રોચાર સાથે રેલી કાઢવામાં આવેલ.


જેમાં ડો. જીજ્ઞેશ ગોસ્વામી, ડો.જીતેશ મુછડિયા,ડો.પ્રતાપ વાવડિયા,ડો,શકીલ ભટ્ટી,ડો.ભૂમિકા ગોહિલ,ડો.અક્સીલા કામલિયા,તેમજ તાલુકા સુપરવાઇસર અને પ્રા. આ કેન્દ્ર ના તમામ સુપરવાઈઝર /તમામ મ પ હે વ તથા અર્બન જાફરાબાદ માં સ્ટાફ ના બહેનો અને આશાબેનો યે હાજરી આપેલ તેમજ આ પખવાડિયા દરમિયાન તાલુકા કક્ષાએ તથા પ્રા.આ.કેન્દ્ર કક્ષાએ આયુષમાન ભારત તથા મુખ્યમંત્રી અમૃતમ માં/વાત્સલ્ય કાર્ડ ની કામગીરી તથા વિવિધ પ્રવુતિઓ હાથ ધરવામાં આવશે તેવું તાલુકા હેલ્થ ઓફિસર શ્રી ની યાદી જણાવે છે

Translate »
%d bloggers like this: