પૂર્વ ધારાસભ્ય, તુલસીશ્યામના ટ્રસ્ટી અને કાઠી ક્ષત્રિય સમાજના પ્રમુખ પ્રતાપભાઈ વરૂનો જન્મદિવસ

રાજુલા વિધાનસભા બેઠકના પૂર્વ ધારાસભ્ય અને પ્રસિદ્ધ તિર્થધામ તુલસીશ્યામના ટ્રસ્ટી – દરબાર પ્રતાપભાઈ વરૂનો આજે તા.૧૭ ઓક્ટોમ્બરના જન્મદિવસ છે. આરજી હુકુમતના પ્રણેતા – પિતા સ્વ. સુરગભાઈ વરૂ (પૂર્વ ધારાસભ્ય) તરફથી પ્રતાપભાઈને રાજકીય વારસો ઉપરાંત કાઠી કુળના ઉત્તમ સંસ્કાર તથા સેવાના મૂલ્યો સાથે રાષ્ટ્રવાદની પ્રબળ ભાવના વારસામાં મળી છે. રાજકીય ક્ષેત્રે ઝળહળતી કારકીર્દી સાથે મોટું નામ ધરાવતા પ્રતાપભાઈનું સામાજીક ક્ષેત્રે પણ બહુ મોટું યોગદાન રહ્યુ છે. રચનાત્મક કાર્યોમાં હરહંમેશ આગળ રહેતા પ્રતાપભાઈ અનેક લોકોના વેરઝેર મિટાવી સુખદ સમાધાનમાં નિમિત્ત બન્યા છે. પ્રતાપભાઈના સંબધો અને મિત્રવર્તુળ ખૂબ જ બહોળું છે. કાઠી ક્ષત્રિય સમાજે સમગ્ર ગુજરાતના પ્રમુખની જવાબદારી પ્રતાપભાઈને સોંપી છે. તેઓ તુલસીશ્યામ તીર્થધામના વિકાસના સ્વપન દ્રસ્ટા છે. પૂ. મોરારિબાપુના પ્રેમ અને લાગણી જીતનાર પ્રતાપભાઈ અપાર લોકચાહના ધરાવે છે. હાલ કોરોના સંક્રમણને કારણે તેઓ પોતાનો જન્મ દિવસ નહિ ઉજવે અને ઘરેથી જ પૂ.શ્યામબાપાના દર્શન કરી કોરોનાના શમન માટે પ્રાર્થના કરશે. તેમનો મો.નંબર 9879144333 છે.

Translate »
%d bloggers like this: