જાફરાબાદ ટાઉનમાંથી જાહેરમાં જુગાર રમતા ૬ ઇસમોને રોકડ રકમ તથા જુગારના સાહિત્ય સહિત કુલ કિં.રૂ.૧૧,૨૩૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ

અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્‍ત રાય સાહેબ નાઓએ જિલ્‍લામાંથી જુગારની બદીને દુર કરવા અને જુગાર રમતા ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડો કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે આજરોજ શરૂ રાત્રિના જાફરાબાદ, વાપાળીયા વિસ્‍તારમાં જાહેરમાં સ્‍ટ્રીટ લાઇટના અજવાળે કેટલાક ઇસમો ભેગા મળી પૈસા-પાનાથી હારજીતનો જુગાર રમે છે તેવી ચોક્કસ બાતમી આધારે અમરેલી એલ.સી.બી. ઇન્‍ચાર્જ પોલીસ ઇન્સ. શ્રી.આર.કે.કરમટા તથા પો.સ.ઇ. શ્રી.પી.એન.મોરી નાઓની રાહબરી નીચે એલ.સી.બી.ટીમે બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતા કુલ ૬ ઇસમો રોકડ રકમ અને જુગારના સાહિત્ય સાથે ઝડપી લઇ, તમામ સામે જુગારધારા મુજબ ધોરણસર કાર્યવાહી કરી જાફરાબાદ ટાઉન પોલીસ સ્‍ટેશનમાં સોંપી આપેલ છે.

જુગાર રમતા પકડાયેલ ઇસમોઃ-
1️⃣ કલ્‍પેશભાઇ ઉકાભાઇ બારૈયા, ઉ.વ. ૨૧, રહે.જાફરાબાદ, વાપાળીયા વિસ્‍તાર
2️⃣ ભીખાભાઇ મોહનભાઇ મકવાણા, ઉ.વ.૬૦ રહે.જાફરાબાદ, વાપાળીયા વિસ્‍તાર
3️⃣ નથુભાઇ ભગવાનભાઇ બારૈયા, ઉ.વ.૩૫, રહે.જાફરાબાદ, વાપાળીયા વિસ્‍તાર
4️⃣ દિલીપભાઇ સરમણભાઇ વાઘેલા, ઉ.વ.૩૫, રહે.જાફરાબાદ, વાપાળીયા વિસ્‍તાર
5️⃣ સંજયભાઇ પ્રવિણભાઇ બારૈયા, ઉ.વ.૨૨ રહે.જાફરાબાદ, વાપાળીયા વિસ્‍તાર
6️⃣ મનુભાઇ ટપુભાઇ સાંખટ, ઉ.વ.૫૫ રહે.જાફરાબાદ, વાપાળીયા વિસ્‍તાર

પકડાયેલ મુદામાલ
રોકડા રૂ.૧૧,૨૩૦/- તથા ગંજી પત્તાના પાના નંગ-૫૨, કિં.રૂ.૦૦/૦૦ મળી કુલ કિં.રૂ.૧૧,૨૩૦/- નો મુદ્દામાલ.

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્‍ત રાય સાહેબ નાઓની સુચના અને માર્ગદર્શન મુજબ એલ.સી.બી. અમરેલીના ઇન્‍ચાર્જ પોલીસ ઇન્સ. શ્રી.આર.કે.કરમટા તથા પો.સ.ઇ. શ્રી.પી.એન.મોરી અને એલ.સી.બી. ટીમ દ્વારા કરવામાં આવેલ છે.

Translate »
%d bloggers like this: