*જૂનાગઢ : પૂર્વ ધારસભ્ય ના પુત્રનું અમેરિકા માં અવસાન,૧૫ દિવસ થી હોસ્પિટલ મા હતા સારવાર હેઠળ*

જૂનાગઢ ના પૂર્વ ધારસભ્ય સ્વ. ભરત કાંબલિયા ના પુત્ર નું અમેરિકા માં નિધન થયું છે. સ્વ. કાંબલીયા ના પત્ની નીરૂબેન કાંબલિયા પણ ડે. મેયર રહી સુક્યા છે.પૂર્વ ડે. મેયર નીરૂબેન કાંબલિયા ના પુત્ર અમેરિકા ની હોસ્પિટલ મા છેલ્લા ૧૫ દિવસ થી સારવાર હેઠળ હતા.જોકે મૃત્યુ ક્યાં કારણોસર થયું એની તપાસ કામગીરી હાથ ધરવા માં આવી છે.

ભાજપ અને જૂનાગઢ મનપા ના માજી ડે.મેયર નીરૂબેન કાંબલિયાના પુત્ર આનંદ ભાઈ કાંબલિયા નું અમેરિકા ના ફ્લોરિડા રાજ્ય.ના લોસ એન્જલસ શહેર ખાતે શુક્રવારે નિધન થયું છે.મૃતક આનંદ કાંબલિયા ઓસ્ટ્રેલિયન કાર કંપનીમાં નોકરી કરતા હતા હોવા નું પણ જાણવા મળ્યું છે. સ્વ.આનંદ કાંબલિયા લોસ એન્જલસ શહેર માં પત્ની દક્ષાબેન અને બાળકો સાથે રહેતા હતા. તેઓ ને લોસ એન્જલસ ની હોસ્પિટલ મા સારવાર આપવા મા આવી રહી હતી , પરંતુ શુક્રવારે તેમણે હોસ્પિટલ મા અંતિમ શ્વાસ લીધા હતા.જેને પગલે જૂનાગઢ મા રહેતા પરિવાર માં શોક નું મોજુ ફરી વળ્યુ છે

*જીતુ એન રાઠોડ*

Translate »
%d bloggers like this: