કોરોના કહેર વચ્ચે અમેરિકામાં ફ્લોરિડા નો સુપ્રસિદ્ધ ડિઝની પાર્ક ખુલ્લો મુકાયો : હોલિવૂડ સ્ટુડિયો પણ બુધવારથી ખુલી જશે લોકોએ આકરી ટીકા કરી

ફ્લોરિડા : દર વર્ષે જે સ્થળે 2 કરોડ ઉપરાંત મુલાકાતીઓ આવે છે તે અમેરિકાના ફ્લોરિડામાં  આવેલો વિશ્વવિખ્યાત ડિઝની પાર્ક શનિવારથી ખુલ્લો મૂકી દેવામાં આવ્યો છે. કોરોના કહેર વચ્ચે પણ આ પાર્ક ખુલ્લો મૂકી દેવા બદલ લોકોએ સોશ્યલ મીડિયામાં આકરી ટીકા કરી હતી.


રાજ્યમાં ભયાનક કોરોના સંક્રમણ વચ્ચે શનિવારે સેંકડો લોકો આ પાર્કની મુલાકાતે આવ્યા હતા. ઓર્લેન્ડો ની નજીક આવેલા વિશાલ રિસોર્ટ ના ચારમાંથી બે જ પાર્ક ખુલ્લા મુકવામાં આવ્યા હતા. બે મુખ્ય પાર્કમાં એક મેજીક કિંગડમ એને અને બીજો એનિમલ કિંગડમ ને જ ખુલ્લા મુકવામાં આવ્યા હતા. અહીંયા તાપમાન ની તપાસ પછી પ્રવેશ આપવામાં આવ્યો હતો સુરક્ષા માટે પાર્ક ના કેટલાક વિભાગ બંધ રાખવામાં આવ્યા છે. ડિઝનીના હોલિવૂડ સ્ટુડિયો બુધવારથી ખોલવામાં આવશે. ફ્લોરિડામાં શનિવારે કોરોના ના 10360 નવા દર્દીઓ મળ્યા છે.

ડિઝની વર્લ્ડ પાર્ક ખોલીને મોટું જોખમ ઉઠાવ્યું છે મોટાભાગના લોકોએ સોશિયલ distinct પાલન કર્યું હતો સ્ટાર પ્લસ તમામ કર્મચારીઓએ માસ્ક સાથે જોવા મળ્યા હતા.

ડીઝની થીમ પાર્ક ના ચેરમેન જોશ અમારોએ કહ્યું હતું કે લોકો ડિઝની પર વિશ્વાસ મૂકે છે. પરંતુ ઘણા લોકો ડિઝની પાર્ક ખોલવાનો વિરોધમાં છે કે સોશ્યલ મીડિયામાં તેની આકરી ટીકા પણ કરવામાં આવી છે.

રિપોર્ટ : જીતુ એન રાઠોડ

gf

Translate »
%d bloggers like this: