BREAKING Crime/Police Government Gujarat

ગુનાના પ્રકાર વિશે માહિતી

ગુનાના પ્રકાર વિશે માહિતી


પોલીસ અધિકારીઓ દ્વારા ફરીયાદ નોંધવાની ના પાડવા બદલનું એક કારણ ગુન્હાના પ્રકાર છે. ભારતીય દંડ સંહિતાના કાયદા મુજબ જુદા જુદા ગુન્હાઓને મુખ્ય બે પ્રકારના વિભાગમાં વર્ગિકૃત કરવામાં આવેલ છે. નોન-કોગ્નિઝેબલ પ્રકારના ગુનામાં પોલીસ ફરીયાદ નોંધવાની ના પાડી શકે છે


1. કોગ્નિઝેબલ (પોલીસ અધિકારના ગુનાઓ) : પોલીસ અધિકારના ગુનાઓ એટલે એવા ગુનાઓ જેમા ગુન્હાના આરોપીને પકડવા માટે તેમજ ગુનાની તપાસ કરવા માટે પોલીસને સત્તા છે. કોગ્નિઝેબલ ગુનાની તપાસ કરવા અને આરોપીઓ પકડવા માટે પોલીસને મેજીસ્ટ્રેટના વોરંટની જરૂર રહેતી નથી. કોગ્નિઝેબલ ગુનામાં પોલીસ સીઆરપીસી કલમ – 154 મુજબ FIR નોંધી ગુનાની તપાસ, ઝડતી અને આરોપીની ધરપકડ કરી શકાય છે. કોગ્નિઝેબલ ગુનાઓ એટલે ગંભીરના પ્રકારના ગુનાઓ જેમાં ખુન, લુંટ, ચોરી, બળાત્કાર, ધાડ, ધમકી, બળવો, ઈજા, અપહરણ, હત્યાની કોષિશ વગેરે જેવા ગુનાઓનો સમાવેશ થાય છે

2.નોન-કોગ્નિઝેબલ(પોલીસ અધિકાર બહારનાગુનાઓ) પોલીસ અધિકાર બહારના ગુનાઓમાં પોલીસ મેજીસ્ટ્રેટની પરવાનગી વગર ગુનાની નોંધણી કે તપાસ કરી શકે નહી તેમજ આરોપીને પણ પકડી શકે નહી.

નોન-કોગ્નિઝેબલ ગુન્હાની બાબતમા પોલીસ અધિકારીઓને મેજીસ્ટ્રેટ દ્વારા આદેશ કરવામાં આવે છે કે તે વિશેષ કાર્યવાહી કરે. નોન-કોગ્નિઝેબલ ગુન્હાઓ એટલે સામાન્ય પ્રકારના ગુનાઓ જેમાં જાસુસી, સાર્વજનિક ઉપદ્રવ, ધાર્મિક લાગણી દુભાય તેવા ગુનાઓ, લાંચ, ખોટી માહિતી આપવી, બદનક્ષી કરવી, બનાવટ, છેતરપીંડી વગેરે રહેલ હોય છે.

નોન-કોગ્નિઝેબલ પ્રકારના ગુનામાં પોલીસ ફરીયાદ નોંધવાની રહેતી નથી પરંતુ પોતાના રજીસ્ટરે નોંધ કરી ફરીયાદી/અરજદારને સંબંધિત મેજીસ્ટ્રેટનો સંપર્ક કરવાની સુચના આપવામાં આવે છે

livecrimenews
Live Crime News Livecrimenews@gmail.com News Website/web chhanal 9714577186
https://livecrimenews.com