પહેલી રાખી દેશ પ્રેમ કી અભિયાન અંતર્ગત નર્મદા જિલ્લાની બહેનો આર્મી જવાનો માટે રાખડી મોકલી. ધામધરા ગ્રુપ ગ્રામ પંચાયતના ત્રણ ગામ ડેકાઇ, ધામદરા, છીડીયાપુરાની બહેનોએ દેશના આર્મી જવાનોને રાખડી મોકલી. મહિલા સરપંચ શીતલ તડવીએ સ્વામી વિવેકાનંદ યુવા કેન્દ્રના તાલુકાના સંયોજકો ને પત્ર સાથે રાખડી સુપ્રત કરી.

પહેલી રાખી દેશ પ્રેમ કી અભિયાન અંતર્ગત નર્મદા જિલ્લાની બહેનો આર્મી જવાનો માટે રાખડી મોકલી.
ધામધરા ગ્રુપ ગ્રામ પંચાયતના ત્રણ ગામ ડેકાઇ, ધામદરા, છીડીયાપુરાની બહેનોએ દેશના આર્મી જવાનોને રાખડી મોકલી.
મહિલા સરપંચ શીતલ તડવીએ સ્વામી વિવેકાનંદ યુવા કેન્દ્રના તાલુકાના સંયોજકો ને પત્ર સાથે રાખડી સુપ્રત કરી.
રાજપીપલા, તા. 21

પહેલી રાખડી દેશ પ્રેમ કી અભિયાન અંતર્ગત નર્મદા જિલ્લા ની બહેનોએ આર્મી જવાનોને રાખડી મોકલી છે. જેમા ધામદરા ગ્રુપ ગ્રામ પંચાયતના ત્રણ ગામ ડેકાઇ, ધામદરા, છીડીયાપુરા ગામની બહેનો એ દેશના આર્મી જવાનોને રાખડી મોકલી છે. જેમાં નર્મદાના સ્વામી વિવેકાનંદ યુવા કેન્દ્રના ધામદરાનાં સહયોગથી સરહદ પર દેશની રક્ષા કરતા વીર જવાનોને આ રક્ષાબંધન પર્વ નિમિત્તે પહેલી રાખડી મોકલવામાં આવી હતી.જે કાર્યમાં સ્વામી વિવેકાનંદ યુવા કેન્દ્રના સભ્યો મા શક્તિ મહિલા ભજનમંડળ ડેકાઈની બહેનોએ ભાગ લીધોહતો.અને ધામદરા ગૃપ ગ્રામ પંચાયત (ડેકાઈ, ધામદરા,છીંડ્યાપુરા) નાં સરપંચ શીતલબેન તડવીએ પંચાયતની તમામ બેનો વતી પણ સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્યયુવા બોર્ડ સંચાલિત સ્વામી વિવેકાનંદ યુવા કેન્દ્રના તાલુકા સંયોજક સહદેવસિંહ સોલંકી અને જયેશભાઈ તડવીને સુપ્રત કરી હતી.જે સરહદ પર જવાનો ને
મોકલવામાં આવશે એમ સરપંચ શીતલબેન તડવીએ જણાવ્યુ હતુ.

શીતલબેનના જણાવ્યા અનુસાર રાખડી કવરમાં કંકુ,ચોખા અને પત્ર સાથે મોકલવામાં આવ્યાછે. દેશના વીર જવાનો પોતાના પરીવારથી દૂર દેશની સરહદોની રક્ષા કજે તૈનાત છે. જેથી આપણે ઘરે બેઠા તહેવારોની ઉજવણી સારી રીતે કરી શકીએ છીએ. દેશના સૈન્યના આ ઋણને સ્વીકારી દેશની કરોડો બહેનોની પ્રાર્થના દેશના જવાનોની સાથે છે અને તેમના વિજયની કામના કરતા પત્રો સરહદે મોકલી સૈન્યનુ મનોબળ વધારવાની સાથે દેશના દરેક નાગરીકમાં સૈન્ય માટે આદર અને આત્મિયતા કેળવાય તે હેતુ સાથેગામે ગામ પ્રવાસ કરીને આ રાખડી એકત્રિત કરવામાં આવી રહી છે હોવાનું જણાવાયું હતું.
gf

અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત રાજ્ય સ્વામી વિવેકાનંદ યુવક બોર્ડ ઘ્વારા પહેલી રાખી,દેશ પ્રેમ કી અભિયાન અંતર્ગત સમગ્ર ગુજરાતના ૧૮૦૦૦ ગામડાઓમાંથી એક એક રક્ષા અને પોતાની કાલીઘેલી ભાષામાં પત્ર લખી દેશના સીમાડાઓની રક્ષા કરતા વીર આર્મીજવાનોને મોકલવાનું બીડું ઝડપ્યું છે. આ અભિયાનમાં ગુજરાતભરના તમામ કલાકારો, સંતો, મહંતો, વિચારકો, સેલિબ્રિટીઓ, સામાજિક કાર્યકરો સહીત તમામ પ્રજાજનોને જોડી એક્સુત્રતાથી જોડવાનો અનેરો પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યો છે.જેનાથી દેશના સીમાડાઓની રક્ષા કરતા વીરજવાનોને આત્મબળ, રાષ્ટ્રવાદ અને જુસ્સો વધારવાથી તેમનું મનોબળ વધશે.

તસવીર : જ્યોતિ જગતાપ , રાજપીપલા

Translate »
%d bloggers like this: