વરિષ્ઠ વકીલ જેઠમલાણીનું 95 વર્ષની વયે નિધન

 

*જેઠમલાણી વાજપેયની સરકારમાં કેન્દ્રીય કાયદા મંત્રી સિવાય શહેરી વિકાસ મંત્રી રહ્યા હતા*

*સંસદ પરના હુમલાના આરોપી અફઝલ ગુરુનો કેસ પણ લડ્યો હતો*

*જેઠમલાણી RJDના બિહારના રાજ્યસભા સાંસદ હતા*

નવી દિલ્હીઃ વરિષ્ઠ વકીલ રામ જેઠમલાણીનું 95 વર્ષની વયે નિધન થયું છે. રામ જેઠમલાણી લાંબા સમયથી બિમાર હતા. રામ જેઠમલાણીએ ઘણા જાણીતા કેસો લડ્યા હતા. તેમાં ઈંદિરા ગાંધી કેસના હત્યારાઓનો કેસ, ડોની હાજી મસ્તાન અને હર્ષદ મહેતાનો સમાવેશ થાય છે. રામ જેઠમલાણી એક જાણીતા વકીલની સાથે રાજકારણી પણ હતા. તે RJDમાંથી રાજયસભાના સાંસદ હતા.

પૂર્વ વડાપ્રધાન ઈંદિરા ગાંધીના હત્યારાઓ સતવંત સિંહ અને કેહર સિંહના વકીલ તરીકે હાજર રહ્યાં હતા. આ સિવાય તેમણે એઈમ્સના ડોક્ટર અને ઈંદિરા ગાંધીના શબનું પોસ્ટમોર્ટમ કરનાર ટી ડી ડોગરા દ્વારા આપવામાં આવેલા મેડિકલ પ્રમાણોને પણ પડકાર્યા હતા. જોકે તેમના આ કેસનો ઘણા લોકોએ વિરોધ કર્યો હતો.

*વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દુ:ખ વ્યક્ત કર્યું*

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું પૂર્વ કેન્દ્રીય મંત્રી અને વરિષ્ઠ વકીલ રામ જેઠમલાનીના નિધન પર દુ:ખી છું. તે સાર્વજનિક મુદ્દા પર તેમની વાચળતા માટે જાણીતા હતા. દેશે વિદ્વાન અને પ્રસિદ્ધ કાયદાવિદને ગુમાવ્યા છે. જેઠમલાણીના નિધન પર મોદીએ કહ્યું- આપણે અસાધારણ વકીલને ગુમાવ્યા છે. તેઓ મજબૂતાઈથી પોતીની વાત રજૂ કરવામાં કયારે પણ પાછળ હટ્યા નથી. જેઠમલાણી આજે અમારી વચ્ચે રહ્યા નથી, જોકે તેમના કાર્યો હમેશાં યાદ રાખવામાં આવશે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે રામ જેઠમલાણીના નિધર દુ:ખ વ્યક્ત કરતા લખ્યું કે આપણે એક જાણીતા વકીલની સાથે એક મહાન માનવને ગુમાવ્યા છે. અમિત શાહે કહ્યું કે રામ જેઠમલાણીજીનું નિધન સમગ્ર કાયદા સાથે જોડાયેલા લોકો માટે એક અપૂરણીય ક્ષતિ છે. કાયદા બાબતે તેમના જ્ઞાનના કારણે તેમને હમેશાં યાદ કરવામાં આવશે. કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીએ રામ જેઠમલાણીના નિધન પર દુ:ખ વ્યક્ત કર્યું છે. તેમણે તેમના પરિવાર અને સ્નેહજનો પ્રત્યે સહાનુભૂતિ વ્યક્તિ કરી છે.

*રામ જેઠમલાનીના નિધન પર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ દુ:ખ વ્યક્ત કર્યું છે.*

અરવિંદ કેજરીવાલે કહ્યું પોતે એક સંસ્થા જ હતા, તેમણે સ્વતંત્રતા બાદ ભારતમાં ક્રિમિનલ કાયદાને આકાર આપ્યો. તેમનું શૂન્ય કયારે પણ ભરાશે નહિ અને તેમનું નામ કાયદાના ઈતિહાસમાં સોનેરી શબ્દોમાં લખવામાં આવશે. બીજેપી નેતા સુબ્રમણ્યમ સ્વામીએ રામ જેઠમલાનીના નિધન પર દુ:ખ વ્યક્ત કરતા ટ્વિટ કર્યું. તેમણે લખ્યુ, અલવિદા દોસ્ત.

 

PRATIK MISTRY SURAT

PRATIK MISTRY SURAT

PRATIK MISTRY 201 INDRALOK APP OPP SUB JILLA NEAR CHAMUNDA TEA ENTER BEHIND ICICI BANK UDHANA DRVAJA - SURAT 9913518710

Read Previous

રાજુલા માં બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

Read Next

સુરત શહેર ખાતે સુંદર યુવક મંડળ દ્વારા છેલ્લા ૧૯૯૨ થી ગણપતિનું સુંદર આયોજન

Translate »
%d bloggers like this: