*જમ્મુ-કાશ્મીરમાં આતંકી હુમલાનો ખતરો, હાઈ એલર્ટ પર ત્રણે સેનાઓ*

જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 હટાવ્યા બાદ ઘાટીનો માહોલ ખરાબ કરવા માટે પાકિસ્તાનના આતંકી સંગઠન હુમલાની યોજના બનાવી રહ્યા છે. તેને જોતા તમામ ભારતીય સેનાઓ અને સુરક્ષાદળોને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. અધિકારીક સૂત્રો તરફથી આ જાણકારી આપવામાં આવી છે.

જમ્મુ-કાશ્મીરના મુખ્ય સચિવ બીવીઆર સુબ્રહ્મણ્યમએ કહ્યું કે, શુક્રવારની પ્રાર્થના બાદ પૂરા રાજ્યમાં સ્થિતિ સામાન્ય રહી. તેમણે કહ્યું કે, અગામી દિવસોમાં છૂટ વધારવામાં આવશે. તેમણે કહ્યું કે, કાશ્મીરમાં ચરણબદ્ધ અને વ્યવસ્થિત રીતે પાબંધીઓમાં ઢીલ આપવામાં આવશે અને અઠવાડીયા સુધીમાં મોટાભાગની કાશ્મીરમાં ફોન લાઈનો શરૂ કરી દેવામાં આવશે અને વિદ્યાલય અગામી અઠવાડીયે ખુલી જશે.

*સામાન્ય રીતથી શરૂ થયુ કામકાજ*

સુબ્રહ્મણ્યમે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, ઘાટીમાં શુક્રવારે રાજ્ય સરકારના કાર્યાલયોમાં સામાન્ય રીતથી કામકાજ શરૂ થયુ અને કેટલાએ કાર્યાલયોમાં લોકોની ઉપસ્થિતિ સારી રહી. તેમણે કહ્યું કે, પાંચ ઓગસ્ટે જ્યારથી પાબંધીઓ લગાવવામાં આવી, ત્યારથી નથી કોઈનો જીવ ગયો અને નથી કોઈ ઘાયલ થયુ.

5 ઓગસ્ટે હટાવવામાં આવી હતી 370ની કલમ*

પાંચ ઓગસ્ટના રોજ જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો ખતમ કરી દેવાામં આવ્યો હતો, અને તેને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વહેંચી દેવામાં આવ્યું હતુ. સુબ્રહ્મણ્યમએ કહ્યું કે, આજે જમ્મુની નમાજ બાદ મળેલા રિપોર્ટ અનુસાર, રાજ્યભરમાં બધુ જ શાંતીપૂર્ણ રહ્યું. આતંકવાદી સંગઠનો, કટ્ટરપંથી સમૂહો અને પાકિસ્તાન દ્વારા સ્થિતિ બગાડવાની વારંવાર થતી કોશિસ છતા અમે કોઈનો જીવ નથી જવા દીધો.

Translate »
%d bloggers like this: