*અનુચ્છેદ 370 / વડાપ્રધાન મોદી આજે સાંજે 4 વાગ્યે જમ્મુ-કાશ્મીરના નિર્ણય વિશે દેશને સંબોધન કરશે*

*અનુચ્છેદ 370 હટાવવાનો પ્રસ્તાવ અને રાજ્ય પુનર્ગઠન બિલ સંસદમાં પાસ*

*તેના અંતર્ગત રાજ્યને બે કેન્દ્ર શાસિત રાજ્યો- જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં વહેંચવામાં આવ્યા*

*હાલ જમ્મુ-કાશ્મીરમાં નેતાઓ સહિત 500થી વધુ લોકો અટકાયતમાં છે*

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે (8 ઓગસ્ટ)ના રોજ સાંજે ચાર વાગ્યે આકાશવાણી ઉપર જમ્મુ-કાશ્મીર મુદ્દે કેન્દ્ર સરકારના નિર્ણય વિશે દેશને સંબોધન કરે તેવી શક્યતા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, વડાપ્રધાન મોદી અનુચ્છેદ-370ને ખતમ કરવા અને બે કેન્દ્ર શાસિત રાજ્ય બનાવવા વિશે વિસ્તારથી વાત કરશે. ચર્ચા અને દલીલો પછી આ બિલ સોમવારે રાજ્યસભામાંથી અને મંગળવારે લોકસભામાંથી પસાર થઈ ગયું છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની સહિ પછી ભાગલાની શરૂઆત પણ થઈ ગઈ છે.

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ બુધવારે કાશ્મીરની મુલાકાતે હતા. અહીં તેમણે સ્થાનિક લોકો સાથે વાત કરી હતી અને જાહેરમાં લંચ કરતા પણ જોવા મળ્યા હતા. રાજ્યપાલે કેન્દ્ર સરકારને રિપોર્ટ આપ્યો છે કે, સુરક્ષા વ્યવસ્તા સંતોષજનક છે. જ્યારે અનુચ્છેદ-370માં ફેરફાર પછી પુંછ જિલ્લાના બાફ્લાઈઝ વિસ્તારમાં પથ્થરમારો થયો હતો. શાંતિ ભંગ થવાની શંકાએ અમુક નેતાઓ સહિત 500 લોકોની અટકાયત કરી લેવામાં આવી છે. પૂર્વ સીએમ ઓમર અબ્દુલા અને મહેબુબા મુફ્તીની પણ પહેલેથી ધરપકડ કરી લેવામાં આવી છે. રાજ્યમાં ટેલિફોન અને

*ઈન્ટરનેટ સેવા ચોથા દિવસે પણ બંધ છે.*

એ-સેટ મિસાઈલ ટેસ્ટ પછી રાષ્ટ્રના નામે સંદેશ આપ્યો હતો

વડાપ્રધાન મોદી 15 ઓગસ્ટે રાષ્ટ્રધ્વજ લહેરાવ્યા પછી લાલકિલ્લા પરથી પણ દેશવાસીઓને સંબોધિત કરશે. વડાપ્રધાને છેલ્લે 27 માર્ચે લોકસભા ચૂંટણી સમયે દેશને સંબોધન કર્યું હતું. ત્યારે ભારતે અંતરિક્ષ સુધી હુમલો કરનારી એ-સેટ મિસાઈલનું સફળ પરિક્ષણ કર્યું હતું. આ દરમિયાન પૃથ્વીથી છોડવામાં આવેલી મિસાઈલે એક ઉપગ્રહને ટાર્ગેટ કર્યો હતો.

Translate »
%d bloggers like this: