સરદાર સરોવર નર્મદા ડેમ ની સપાટી માં ક્રમશ:વધારો

સરદાર સરોવર નર્મદા ડેમ ની સપાટી માં ક્રમશ:વધારો

ઉપરવાસ માંથી 40341 ક્યુસેક પાણી ની આવક
24 કલાક માં 22 સેમી નો સપાટી માં વધારોનોંધાયો

રાજપીપળા તા7
ગુજરાત ની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ ની સપાટી માં ક્રમશ:વધારોથઈ રહ્યો છે.મધ્યપ્રદેશ ઉપરવાસ માંથી 40341 ક્યુસેક પાણી ની આવક થતા નર્મદા ડેમની સપાટી ક્રમશઃ વધી રહીં છે હાલ ડેમ સપાટી 120.62 મીટરે પહોંચીછે .આમા 24 કલાક મા એક દિવસ માં 22 સેમી નો સપાટી માં વધારોનોંધાયો છે .હાલ નર્મદા ડેમ ની મહત્તમ સપાટી 121.92 મીટર પર પહોચી છે અને ક્રમશઃ વધી રહીં છે .હાલ નર્મદા ડેમ માં 1203મિલિયન ઘન મીટર પાણી નો લાઈવ સ્ટોરેજ જથ્થો છે.ગુજરાત ના ખેડૂતો માટે મેઈન કેનાલમાં 6000ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે.

રિપોર્ટ :જ્યોતિ જગતાપ , રાજપીપલા

Translate »
%d bloggers like this: