અમારા ન્યુઝ અહેવાલ નો પડઘો

અમારા ન્યુઝ અહેવાલ નો પડઘો

પ્રીમોન્સૂન ની કામગીરી મા વિલંબનીતિ સમાચાર અમારા અખબાર  મા પ્રગટ થયેલા સમાચાર બાદ નગરપાલિકા નુ તંત્ર જાગ્યું
રાજપીપળા શહેરમાં વરસાદી કાસ ની સફાઈ ની કામગીરી શરૂ કરાઇ 
રાજપીપળા , તા22
પ્રીમોન્સૂન ની કામગીરી મા રાજપીપળા નગરપાલિકા ની  વિલંબનીતિ ના  અમારા અખબાર  મા મા પ્રગટ થયેલા સમાચાર બાદ નગરપાલિકા નુ તંત્ર જાગ્યું હતુ અને રાજપીપળા શહેરમાં વરસાદી કાસ ની સફાઈ ની કામગીરી શરૂ કરાઇ છે
રાજપીપળા શહેરમાં ચોમાસાની શરૂઆત થતા મોડે મોડે પણ  પ્રિમોન્સુન કામગીરીમાં નગર પાલિકા દ્વારા  શહેરની મોટી કાસોની સફાઈ શરૂ કરાઈ છે . હાલ સ્ટેશન રોડ પર યુદ્ધના ધોરણે સફાઈ કામગીરી શરૂ  કરાતા લોકો એ રાહત અનુભવી છે
રાજપીપળા શહેરમાં આવેલી વરસાદી કાસમાં કાછીયાવાડ ,વાઘરીવાડ સહિતની મોટી કાસની યોગ્ય સફાઈ કામગીરી જેસીબી દ્વારા પુરી કરવામાં આવી ત્યારબાદ હાલ સ્ટેશન રોડ ઉપર આવેલી કાસ ની પણ ચોમાસા ને ધ્યાને રાખી યોગ્ય સફાઈ પૂર્ણ કરવામાં આવી છે  ત્યાર બાદ  રાજપીપળા શહેરમાં આવેલી સ્ટેશન રોડ સહિતના મોટાભાગની કાસની સફાઈ કામગીરી  થતા ચોમાસા દરમિયાન લોકોને રાહત મળશે એમ પાલિકા ઈજનેર હેમરાજસિંહ રાઠોડ અને એસ.આઈ  સની માત્રોજા એ જણાવ્યું છે
જોકે પાલિકા તંત્ર એ આમ જનતા ને કચરો ગંદકી ગમે ત્યા ના કરવા આહવાન કર્યુ છે .અને જણાવ્યું છે કે વારંવાર શહેરમાં ઉભરાતી ગટરો બાબતે લોકોએ પણ જાગૃત થવું પડશે કેમ કે ગટરોમાં માંજ કચરો નાખવા ટેવાયેલા કેટલાક સ્થાનિક લોકોના કારણે ગટરો વારંવાર ઓવરફ્લો થવાની તકલીફ આવતી હોય ઘર કે દુકાનો નો કચરો પાલિકાના વાહન કે ડોર ટુ ડોર કચરો ઉઘરાવવા આવતી બહેનો ને આપવા પ્રજા એ પણ આદત પાડવી જોઈએ આ માટે જેતે વોર્ડમાં સ્થાનિક સભ્યો એ પણ દરમિયાનગીરી કરી કચરો નાખવા બાબતે કોઈ તકલીફ હોય તો પાલિકામાં જાણ કરી તેનો નિકાલ લાવવા પ્રયાસ કરવો જોઈએ તો રાજપીપળા શહેર સ્વચ્છ રહેશે .
રિપોર્ટ :જ્યોતિ  જગતાપ , રાજપીપલા 
Translate »
%d bloggers like this: