સેવા સુરક્ષાનાં વામ હસ્ત એવા હોમગાર્ડના સભ્યોએ મુખ્યમંત્રી રાહત ફંડમાં રૂ. 3,45,280નું યોગદાન અર્પણ કર્યું

સેવા સુરક્ષાનાં વામ હસ્ત એવા હોમગાર્ડના સભ્યોએ મુખ્યમંત્રી રાહત ફંડમાં રૂ. 3,45,280નું યોગદાન અર્પણ કર્યું

ભાવનગર શહેર, જિલ્લામાં ફરજરત એક હજાર જવાનોની પ્રશંસનીય સેવા સંદર્ભે એક આગવી પહેલ

સમગ્ર રાજ્યમાં પોલીસ જવાનો સાથે ખભેખભો મિલાવી દિવસ રાત નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા અને પોલીસ જવાનો જેવી સેવાની ગરજ સારતા 45 હજારથી અધિક હોમગાર્ડ જવાનોની સેવા કાબિલે તારીફ છે વર્તમાન સમયે કાતિલ કોરોના વાઈરસની મહામારી ચાલી રહી છે ત્યારે સુરક્ષામાં વામ હસ્ત સમાન ગણાય છે.

ભાવનગર શહેર અને જિલ્લામાં કુલ- 1151 જેટલાં હોમગાર્ડ જવાનો પોતાનો તથા તેના પરિવારનો જીવ જોખમમાં મુકી માનદ વેતન સાથે ફરજ બજાવી રહ્યાં છે.

હાલ સમગ્ર દેશમાં કોરોના મહામારીથી ગ્રસ્ત છે. અને આ એક વૈશ્વિક સમસ્યા છે ત્યારે ભાવનગર જિલ્લાનાં હોમગાર્ડઝ સભ્યો અને તમામ અધિકારીઓ દ્વારા આ મહામારી સામે લડવા સ્વૈચ્છિક ફાળાનું રૂપિયા 3,45,280/- યથાશક્તિ યોગદાન મુખ્યમંત્રી રાહત ફંડમાં આપવા માં આવ્યું છે. આ રકમ Chief Minister Relief Fund, બેન્ક ખાતામાં E Payment no.1010533220 તા.04/05/20 ના રોજ જમા કરાવી અને જેઓ ની તમામ જવાન/અધિકારીઓ યાદી ભાવનગર કલેકટરશ્રી ગૌરાંગ મકવાણાને આજરોજ ભાવનગર જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટશ્રી શભુંસિંહ સરવૈયા દ્વારા આપવામાં આવી હતી. આ શ્રમ યજ્ઞને સફળ બનાવવા ભાવનગર જિલ્લા હોમગાર્ડઝ સ્ટાફ ઓફિસર જનસંપર્ક નીતિન ગોહેલ, સ્ટાફ ઓફિસર ટ્રેનિગ એલ.સી. કોરડિયા, સ્ટાફ ઓફિસર સ્પોર્ટ્સ બી.એમ. વ્હાણેચા સહિત કચેરી કર્મચારીઓ દ્વારા જહેમત ઉઠાવી હતી.

તસ્વીર :- પી.ડી ડાભી તળાજા ભાવનગર

Translate »
%d bloggers like this: