રામદેવપીર મંદિર (પીપળીધામ) ઇતિહાસ

રામદેવપીર મંદિર (પીપળીધામ)

સવારામ બાપા પીપળી ગામમાં થઇ ગયા
તેમના સતગુરુ ફૂલગરજી મહારાજ હતા
જ્ઞાતિ:- કુંભાર હતા

ભગત ભજન ગાતા હતા મેઘવાળ મંડળ શ્રોતાજનો સાંભળે છે,ત્યાં પંડિતજી આવી,મેઘવાળો મંડળને કહેછે,કે તમે શુદ્રના મુખે વાણી સાંભળોછો તો નર્કના અધિકારી થશો.
તે વખતે સવરામ બાપા આ પદ બોલ્યા

પંડિત શુદ્ર તે કોઈ કહૈ,નિંદા અસ્તુતિ નિત્ય કરીને
તમે શ્રોતાજનો સુનાઈ
હાડ માસ ચામ રુદ્ર ને વિટા,મૂત્ર ભર્યો છે માહી,
એવા શરીરમાં આપ બિરાજો,તમે કેન કરો પંડિતાઇ:પંડિત -1
તનનો માલ તપાસીને જોજો, સર્વેમાં સરખોચે ભાઈ,
શુદ્ર જાતિને છેટે કાઢીને તમે,પચે બોલો તો બડાઈ:પંડિત -2
પાંચ તત્વ અને ત્રણ ગુણમાં,શુદ્ર તે કોણ કહાઈ,
ઉત્તમ મધ્યમ કર્મ રહ્યાછે, વર્ણાશ્રમ ની માઇ: પંડિત -3
સંશય શુદ્ર મુવો નહિ મૂરખ,મોટો થયો તુજ માહી,
મહામાર્ગીયએ મારીને કાઢ્યો,આવી બેઠો છે અહીં :પંડિત -4
એક બીજ અને એક આત્મા,એક ખાંણેથી સબ આઈ,
સતગુરુ ચરણે દાસ સવો કહે,બ્રાહ્મણ ક્ષત્રી ને કસાઈ:પંડિત -5વિક્રમ સંવત 1968માં પીપળીગામના સવારામ બાપાએ મંદિરની સ્થાપના કરી.

ધાર્મિક માહાત્મ્યઃ
* વિક્રમ સંવત 1968માં પીપળી ગામમાં દુષ્કાળ પડ્યો. તેથી અહીંના સવા ભગત માટી કામના વ્યવસાય માટે કચોલિયા ગામ ગયા હતા. દિવસે તેઓ વાસણ બનાવતા અને રાત્રે સત્સંગ કરતા. એક સાંજે તેમની પાસે કબીર હંસ બનીને આવ્યા. કબીર સાહેબે સવાભગતને ગુરુજ્ઞાન આપ્યુંસ્ટ. સપનાંમાં કબીરસાહેબે આપેલી પ્રેરણાથી સવા ભગતે પીપળી ગામે કબીર મંદિરની સ્થાપના કરી.

* વિક્રમ સંવત 1968ની એક રાત્રિએ રણુજાના રાજા રામદેવપીર ભગત તરીકે ઓળખાતા સવારામ બાપાના ઘરે પધાર્યા અને પીપળી ગામમાં કાયમી રહેવાની ઈચ્છા વ્યક્ત કરી. રામદેવ પીરે સવારામ બાપાને કહ્યું કે સમય આવશે મારું બાવનગજનું દેવળ બનશે અને ઈશાનખૂણામાં બાવન ગજનો નેજો ફરકશે. મંદિરના બને ત્યાં સુધી મને ગેબી તરીકે અહીં સ્થાન આપજે. એ રીતે રામદેવ પીરની પ્રેરણાથી સવા ભગતે અહીં મંદિરની સ્થાપના કરી.

ઐતિહાસિક માહાત્મ્યઃ
* મંદિરના સ્થાપક સવા ભગત લોકસંત તરીકે એટલાં જાણીતા હતા કે ગાંધીજીના અંતેવાસી અને પ્રખર લેખક-વિચારક સ્વામી આનંદે પણ ખાસ તેમની મુલાકાત લીધી હતી અને પોતાના પુસ્તક ‘ધરતીની આરતી’માં સવા ભગતે લોકબાનીમાં રચેલાં પદોને વૈદિક ચિંતનનો સાર ગણાવ્યા હતા.

* સ્વામી આનંદે સવા ભગતની પ્રશસ્તિ કરી અને સન્માન આપ્યું એ પછી લિંબડીના ઠાકોરે તેમનો મહિમા સ્વિકાર્યો. એકવાર લિંબડી ઠાકોરના મહેમાન બનેલાં રાજકોટના ઠાકોરે સત્સંગ માટે સવા ભગતને બોલાવ્યા. એ વખતે સવા ભગતના પદ સાંભળીને રાજકોટના ઠાકોરે પણ તેમને આધ્યાત્મિક ગુરુ તરીકે સ્વિકાર્યા હતા.

* વર્ષ ૨૦૧૪માં મંદિરની સ્થાપનાને ૧૦૦ વર્ષ પૂર્ણ થયા ત્યારે ત્રિ-દિવસિય શતાબ્દિ મહોત્સવ ઉજવાયો હતો. જેમાં ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્રના આશરે પાંચ લાખથી વધુ ભાવિકો અને ગુજરાતભરના તમામ નામી-અનામી સાધુ, સંતો, કથાકારો અને દેશભરના તમામ અખાડાના પ્રતિનિધિઓએ હાજરી આપીને ઈતિહાસ સર્જ્યો હતો.

દર્શન માટે આ જગ્યા શ્રદ્ધાળુઓ માટે 24 કલાક ખૂલી રહે છે.

નિર્માણ: પીપળીધામના સવારામ બાબાએ વિક્રમ સંવત 1972માં મંદિરની સ્થાપના કરી હતી. રામદેવપીરના બાવન ગજના દેવળની પ્રાણપ્રતિષ્ઠા સદગુરુ બળદેવજી મહારાજે કરાવી હતી. મુખ્ય પ્રવેશદ્વારનું નિર્માણ 1985માં બળદેવદાસ મહારાજના હસ્તે કરાયું હતું.

મુખ્ય આકર્ષણઃ * અન્ય મંદિરોમાં રામદેવપીર ઘોડા પર બિરાજમાન હોય છે. પરંતુ સવા ભગતને પીરે જ્યારે દર્શન આપ્યાં ત્યારે તેઓ સિંહાસન પર બેઠા હોવાથી આ મંદિરમાં સિંહાસન પર આરુઢ રામદેવ પીરની પ્રતિમા જોવા મળે છે. આવી પ્રતિમા ધરાવતું આ એકમાત્ર મંદિર છે. વેરાઈ માતાજી મંદીર.

* પીપળીધામ જેમની પ્રેરણાથી બન્યું તે સવારામ બાપાની સમાધિ પણ અહીં આવેલી છે.

* અહીં દ્રધીશ અને રુકમણીનું મંદિર પણ છે.

* ર્ણિમાએ પૂજન, ભજન અને ભોજન હોય છે. સાથે બીજ, ગુરુપૂર્ણિમા, ભાદરવા સુદ નોમ, દશમ, અગિયારસ, સવારામ બાપા અને બળદેવદાસ બાપા તિથિ મહોત્સવ બહુ જ ભવ્ય રીતે ઉજવવામાં આવે છે.

ભક્તરાજ શ્રી વાસુદેવ મહારાજ ગુરુ શ્રી બળદેવદાસ મહારાજ હાલ ગાદી પર બિરાજમાન છે.

આરતીનો સમય : સવારે: 7.15 વાગ્યે,સાંજે: સંધ્યા સમયે
એ સિવાય શ્રદ્ધાળુઓ માટે ૨૪ કલાક અહીં મંદિરના દ્વાર ખુલ્લાં હોય છે.

કેવી રીતે પહોંચવું:

સુરેન્દ્રનગરથી 37 કિમી, અમદાવાદ 97 કિમી, રાજકોટ 150 કિમી. અંતરે આવેલા આ સ્થળે જવા માટે ખાનગી વાહનો પણ મળે છે.

નજીકનાં મંદિરો:

1). સ્વામિનારાયણ મંદિર, મૂળી- 66 કિમી.
2). ઈસ્કોન મંદિર અમદાવાદ-97 કિમી
3). જગન્નાથ મંદિર અમદાવાદ -104 કિમી.
4). ચામુંડા માતા મંદિર ચોટીલા- 103 કિમી.

અહીં સંત કબીરનું મંદિર પણ આવેલું છે.

રહેવાની સુવિધા: અહીં રહેવા-જમવાની વિનામૂલ્યે ઉત્તમ સુવિધા છે.

સરનામું:

પીપળીધામ, તાલુકો-પાટડી, જિલ્લો-સુરેન્દ્રનગર-226426

Avatar

Pd Dabhi

Pd Dabhi Ceo:-LIVECRIMENEWS આપની આસપાસ બનતી દરેક ઘટનાને મોકલી આપો અમારા સુધી ફોટા વિગત વિડીયો અમારા ઈમેલ કે વોટ્સએપ પર pddabhitalaja@gmail.com 9714577186

Read Previous

આને જીવતરના મુલ્ય કેવાય વેરથી વેર ક્યારેય શમતુ નથી

Read Next

આ ગુફામાં 8મી સદીમાં રાજા એભલ દ્વારા 999 કન્યાઓના સમૂહ લગ્ન કરાવ્યા હોવાની પણ માન્યતા છે

Translate »