સાબરકાંઠા સાયબર ક્રાઇમ સેલ ટીમે પે.ટી.એમ.કે.વાય.સી. ના નામે સાયબર ક્રાઇમ નો ભોગ બનનાર વ્યક્તિના ૧,૩૩,૭૧૦ રૂ સ્ટોપ કરવામાં સફળતા મેળવી

સાબરકાંઠા સાયબર ક્રાઇમ સેલ ટીમે પે.ટી.એમ.કે.વાય.સી. ના નામે સાયબર ક્રાઇમ નો ભોગ બનનાર વ્યક્તિના ૧,૩૩,૭૧૦ રૂ સ્ટોપ કરવામાં સફળતા મેળવી

પે.ટી.એમ કે.વાય.સીના નામે સાયબર ક્રાઇમનો ભોગ બનનાર વ્યકતિના કુલ રૂપિયા ૧,૩૩,૭૧૦ સ્ટોપ કરવામાં સફળતા મેળવતી સાયબર ક્રાઇમ સેલ ટીમ સાબરકાંઠા – હિંમતનગર

સાબરકાંઠા જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી ચૈતન્ય મંડલીક સાહેબએ જીલ્લામાં સાયબર ક્રાઈમ – ઓનલાઈન ચીટીંગના / ડેબીટ કાર્ડ / ક્રેડીક કાર્ડ / પે.ટી.એમ કે.વાય.સી. / યુ.પી.આઇ ફ્રોડ ના બનાવો બનતા હોય આવા કેસોમાં ભોગ બનનારને તાત્કાલિક મદદ મળી રહે તે માટે તાત્કાલિક ધોરણે કાર્યવાહી હાથ ધરી સ્ટોપ પેમેન્ટ કરાવી અરજદાર / ભોગ બનનારને નાણાં પરત (રીફંડ) અપાવવા માટે સાયબર ક્રાઇમ સેલને સુચના કરેલ છે અને સાયબર ક્રાઇમ નો ભોગ બનનાર અરજદારશ્રી ફાલ્ગુનભાઇ એચ. ઠાકર રહે. હિંમતનગર ને તા.૨૩/૦૪/૨૦૨૦ ના રોજ તેઓના મોબાઇલ ઉપર મો.નં ૭૮૬૬૮૨૦૬૨૨ પરથી ફોન આવેલ અને પે.ટી.એમ માંથી બોલુ છુ તેમ કહી પે.ટી.એમ કે.વાય.સી અપડેટ કરવાનુ છે તેમ જણાવી અરજદારનો વિશ્વાસ કેળવી અરજદારના મોબાઇલમાં ક્વીક સપોર્ટ નામની એપ્લીકેશન ડાઉનલોડ કરાવી તેનુ આઇ.ડી મેળવ્યા બાદ અરજદારને તેઓના મોબાઇલમાં પે.ટી.એમમાં લોગીન કરાવી રૂ.૧૦ તથા રૂ.૧ પે.ટી.એમ વોલેટમાં એડ કરવા જણાવતા અરજદારે રૂ.૧૦ તથા રૂ.૧ એડ કરતાં સામાવાળાએ અરજદારના મોબાઇલ નો પુરે પુરો એકસેસ લઇ તેઓ ના ક્રેડીટ કાર્ડ ધ્વારા ટુકડે ટુકડે કરીને કુલ રૂ.૧,૩૯,૬૪૦ ના ફ્રોડ ટ્રાન્ઝેક્શન કરી લિધેલ જેથી અરજદારે તુર્તજ સાયબર ક્રાઇમ સેલ હિંમતનગરનો સંપર્ક કરતાં સાયબર ક્રાઇમ સેલ હિંમતનગર ધ્વારા તેમની સાથે થયેલ ફ્રોડ બાબતે તુર્તજ જે તે વોલેટના નોડલ ઓફીસર સાથે ટેલીફોનીક વાતચીત કરી તેમજ ઇમેલ કરી અરજદારના ફ્રોડમાં ગયેલ નાણાંમાંથી રિફંડ મેળવવા લાગતા-વળગતાં નોડલ ને તુર્તજ ઇ-મેલ કરી આ અરજદારની ગયેલ રકમમાંથી રૂ.૧,૩૩,૭૧૦ સ્ટોપ કરાવી આ નાણાં અરજદારના ખાતામાં પરત જમા કરાવવા તજવીજ કરવામાં આવેલ છે. તેમજ બાકીના નાણાં પરત મેળવવા પણ આગળની તજવીજ ચાલુ છે.


સાયબર સેફ્ટી ટીપ્સ* :-
બેંક અગરતો પે.ટી.એમ જેવી ઇ-કોમર્સ કંપનીઓ ધ્વારા ક્યારેય કસ્ટમરને ફોન કરી કોઇપણ ગુપ્ત માહીતી મંગાવવામાં આવતી નથી કે એની ડેસ્ક, ક્વીક સપોર્ટ જેવી મોબાઇલ રીમોટ એક્સેસ મળે તેવી કોઇ એપ્લીકેશન ડાઉનલોડ કરવા કહેવામાં આવતુ નથી. જેથી આવા પ્રકારના કોઇપણ ફોન આવેતો ક્યારેય બેંકની કોઇ માહીતી આપવી નહી અને તુર્તજ આપની બેંક અગર તો સાયબર સેલનો સંપર્ક કરો.

રિપોર્ટ :- કૃણાલ પટેલ મહીસાગર

Translate »
%d bloggers like this: