હાથબ પીપળીયા વાડી વિસ્તારમાંથી શ્રાવણીયો જુગાર રમતા ૦૫ ઇસમોને રોકડ તથા જુગારના સાહિત્ય મળી કુલ કિ.રૂ. ૩,૦૪,૨૫૦/- સાથે પકડી પાડી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી ઘોઘા પોલીસ ટીમ.

મે.ડી.આઇ.જી.પી.શ્રી અશોકકુમાર યાદવ સાહેબ તથા મે.એસ.પી.શ્રી જયપાલસિંહ રાઠૌડ સાહેબની સુચના અને નાયબ પોલીસ અધિક્ષક એમ.એચ.ઠાકર સાહેબના માર્ગદર્શન હેઠળ ઘોઘા પો.સ્ટે.ના પો.સબ.ઇન્સ. પી.આર.સોલંકીએ સ્ટાફના માણસોને શ્રાવણ માસ માં જુગાર રમતા ઇસમો સામે સખ્ત પગલા લેવા સુચના કરતા જે આધારે PC બહાદુરસિંહ ગોહિલ તથા PC શક્તિસિંહ ગોહિલ ની સંયુકત ખાનગી રાહે બાતમી હકિકત આધારે ઘોઘા પો.સ્ટે.ના સ્ટાફના માણસોએ હાથબ પીપળીયા વાડી વિસ્તાર લોડીંગ રીક્ષામાં રેઇડ કરી પાંચ ઇસમો જેમાં (૧) અશોકભાઇ લાભુભાઇ વેગડ ઉ.વ.૨૮ (૨) પ્રકાશભાઇ ખેતાભાઇ ગોહિલ ઉ.વ.૨૪ (૩) વિક્રમભાઇ લવજીભાઇ ઢાપા ઉ.વ.૩૧ (૪) અશોકભાઇ લવજીભાઇ ગોહિલ ઉ.વ.૩૧ (૫) મુકેશભાઇ ગણેશભાઇ કંટારીયા ઉ.વ.૨૧ રહે. તમામ હાથબ તા.જી.ભાવંનગર વાળાઓને ગંજીપતાના પાના તથા રોકડ રૂ.૧૬,૭૫૦/- તથા અન્ય મુદ્દામાલ સાથે કુલ કિ.રૂ. ૩,૦૪,૨૫૦/- સાથે પકડી પાડી ગણનાપાત્ર જુગાર કેસ શોધી કાઢેલ છે.

 

આ કામગીરીમાં PSI પી.આર.સોલંકી સાહેબની સુચનાથી ASI સમરથદાન ગઢવી તથા HC ભગીરથસિંહ ગોહિલ તથા PC બહાદુરસિંહ ગોહિલ તથા PC શક્તિસિંહ ગોહિલ તથા PC કૃષ્ણરાજસિંહ ગોહિલ તથા PC મહાવીરસિંહ વાઢેર તથા ડ્રા.PC શક્તિદાન ગઢવી એ રીતેના સ્ટાફના માણસોએ જોડાયેલ હતા.

Translate »
%d bloggers like this: