રાજવી પરિવારની કુળદેવી હરસિધ્ધિ માતા મંદિરે રાજપીપળામાં ૨૯મી થી નવરાત્રીના ભવ્ય મેળાનો થનારો પ્રારંભ

રાજવી પરિવારની કુળદેવી હરસિધ્ધિ માતા મંદિરે રાજપીપળામાં ૨૯મી થી નવરાત્રીના ભવ્ય મેળાનો થનારો પ્રારંભ.

માતાજીને 1 કરોડના રાજવી વખતના કીમતી ઘરેણાં અને શૃંગાર કરાશે.

ભક્તો દ્વારા દાન આપેલી સાડીઓ દરરોજ 12 નવી સાડીઓ પહેરવાની અનોખી પ્રથા.
રોજની ત્રણ આરતી માનુ મળશે ભક્તોનો ભક્તિ સાર

રિયાસતી રાજવી નગરી રાજપીપળાના રાજવી પરિવારની કુળદેવી હરસિધ્ધિ માતા ગણાય છે. હરસિધ્ધિ માતાના મંદિરે પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ રાજપીપળામાં નવરાત્રી નો નવ દિવસ નો ભવ્ય મેળો ભરાય છે. જેમાં રોજની ત્રણ આરતી થશે જે આરતી ભક્તો ભકતીસાગર ઉમરસે કુળદેવી મા હરસિધ્ધિ પ્રત્યે લોકોને અપાર શ્રદ્ધા હોવાથી નવ દિવસ માતાજીના દર્શન આરતી કરી, નકોરડા ઉપવાસ, વ્રત કરી નવરાત્રી ઉજવશે. અહી નવ દિવસ ભવ્ય મેળો ભરાતા હોવાથી મેળામાં પણ લાખોની જનમેદની ઉમટશે. મંદિરને રોશનીથી સજાવવામાં આવે છે.


અત્રે ઉલ્લેખનીય છે કે નવરાત્રીનાં 9 દિવસ દરમિયાન માતાજીને રાજવી પરિવારે દાનમાં આપેલ 1 કરોડથી વધુ કિંમતના કીમતી સોના, ચાંદીના ઘરેણા તથા અસલી હીરા માણેકના નવલખો હાર અને દાગીનાથી માતાજી નો શણગાર સજાવવાની પરંપરા છે. જેના દર્શન માટે આરતીમાં જંગી જનમેદની ઉમટે છે. દાગીનામાં અસલી હીરા, માણેક નવલખો હાર ઉપરાંત સોનાના કડા, સોનાના મણકા, બાજરી જેવી કિંમતી દાગીના દરરોજ પોલીસ જાપ્તા સાથે પહેરાવાય છે.
નવરાત્રિના નવ દિવસ ભક્તો દ્વારા દાનમાં આપેલ સાડીઓને દરરોજ નવી સાડીઓ પહેરવામાં આવે છે. જે દાતાઓ તથા ભક્તોના દર્શન માટે ખુલ્લા રાખવામાં આવે છે. અહીં દરરોજ ત્રણ આરતી થાય છે. જેમાં હઠેડેઠઠ ભીડ જામે છે. મંદિર પરિસરમાં રોજ નવ દિવસ માતાજીના ગરબા ની રમઝટ બોલાવશે.
મંદિરના ટ્રસ્ટી ભાસ્કર સોનીના જણાવ્યા અનુસાર આ મંદિરમાં દર વર્ષે એક ભક્તના સૌજન્યથી દર રવિવારે ફરાળી નાસ્તાનું ભક્તો માટે આયોજન કરવામાં આવે છે. સવારથી સાંજ સુધી પ્રસાદીનું વિતરણ કરાય છે. લગભગ 300 કિલો જેટલી મહાપ્રસાદીનું ભવ્ય આયોજન થાય છે. મંદિરની સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવે છે.

અમારી દેરક અપડેટ મેળવવા માટે નીચેના બેલ આઈકોન પર ક્લિક કરી નોટિફિકેશન ઓન કરો અને મેળવો અમારા દરેક ન્યુઝ તમારા મોબાઇલ પર

રિપોર્ટ: જ્યોતિ જગતાપ, રાજપીપળા

Translate »
%d bloggers like this: