હરસિધ્ધિ માતા મંદિરે 4થીએ રવિવારે રાજપૂત સમાજના યુવાનો દ્વારા છઠ્ઠી તલવાર આરતી યોજાશે

રાજપીપળા હરસિધ્ધિ માતા મંદિરે 4થીએ રવિવારે રાજપૂત સમાજના યુવાનો દ્વારા છઠ્ઠી તલવાર આરતી યોજાશે.

સાત જિલ્લાના રાજપૂત સમાજના 150 જેટલા યુવાનો માતાજીની આરતી સાથે તલવારના કરતબો સાથે મહાઆરતી કરી હવનકુંડ ના થીમ પર આ વર્ષે માતાજીની ઉપાસના કરશે.

રાજપીપળા રાજવંત પેલેસ થી રાજપૂત સમાજ દ્વારા માતાજીનો ભવ્ય રથ સાથે ખુલ્લી જીપમાં શણગારેલ શોભાયાત્રા નીકળશે.

નર્મદા સહિત છ જિલ્લા અને 14 તાલુકાના રાજપૂત સમાજના લોકો તેમાં જોડાશે.

તલવાર મહાઆરતી અને નિહાળવા મંદિર પરિસર ખીચોખીચ ભરાશે, ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાશે.

રાજપીપળા તા,28

 

રાજપીપળા હરસિધ્ધિ માતા મંદિરના ચોકમાં નવરાત્રિના સપરમાં છઠ્ઠા નોરતે 4થી ઓક્ટોબરે રવિવારે રાજપૂત સમાજના યુવાનો દ્વારા છઠ્ઠી તલવાર મહાઆરતીનો ભવ્ય જાહેર કાર્યક્રમ રાખવામાં આવ્યો છે જેમાં રવિવારે સાંજના 7:30 કલાકે રાજવંત પેલેસ થી ભવ્ય શોભાયાત્રા નીકળશે, જેમાં શ્રીમંત મહારાજા રઘુવીર સિંહજી મહારાજ,દેવગઢ બારીયાના યુવરાજ તુષારબાબા , જેસલમેર ન યુવરાજ .કચ્છન રાજદીપસિંહ તથા રાજપીપલા નોએલ રાજવી પરિવાર તથા રાજપૂત સમાજના આગેવાનો સફેદ વસ્ત્રો અને ફેટા સજાવીને રાજવી પારંપરિક પોષાકમાં સજ્જ થઈને શોભાયાત્રામાં જોડાશે જેમાં માતાજી નો રથ પણ નીકળશે સાથે ખુલ્લી શણગારેલી જીપ સાથે ભવ્ય શોભાયાત્રા નીકળશે.


આ તલવાર મહાઆરતીમાં રાજપૂત સમાજના ૧૫૦ જેટલા તાલીમ પામેલા યુવાનો તલવાર ના વિવિધ કરતબો સાથે તલવાર દ્વારા મહાઆરતી કરી માતાજીની ઉપાસના કરશે, આ માટે રાજપીપળામાં છેલ્લા 3 માસથી પોતાના જિલ્લાના યુવાનો તલવારબાજી ની પ્રેક્ટિસ કરી રહ્યા છે.

છેલ્લા પાંચ વર્ષથી યોજાતી તલવાર મહાઆરતી સમગ્ર ગુજરાતમાં એકમાત્ર રાજપીપળા ખાતે યોજાય છે જેમાં જુદા જુદા થીમ પર તલવાર મહાઆરતી થાય છે, 2014માં સ્વસ્તિક ના પ્રતિક પર મહાઆરતી યોજાઇ હતી, 2015માં મા શબ્દ લખીતેના થીમ પર, 2016માં ત્રિશૂળ, 2017માં કમળ રાખેલું, 2018માં સૂર્યદેવ નું નિશાન થીમ રાખેલું હતું,હવે 2019 માં આ વર્ષે હવનકુંડ(યજ્ઞ)રાખેલ છે,સતત એક કલાક સુધી ચાલનારી આ તલવાર મહા આરતી જોવા મંદિર પરિસરમાં હટડેઠઠભીડ જામે છે ત્યારે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.


માં હરસિધ્ધિ રાજવી પરિવારની અને રાજપૂતો ની કુળદેવી ગણાતી હોવાથી માતાજી પ્રત્યે અપાર શ્રદ્ધા અને ભક્તિભાવ હોવાથી રાજપૂત સમાજ ભારે ઉત્સાહપૂર્વક આ તલવાર મહાઆરતી નું ભવ્ય આયોજન કરે છે જે લોકઆકર્ષણનું કેન્દ્ર બની ગયું છે.

 

તસવીર:.જ્યોતિ જગતાપ રાજપીપળા

 

અમારી દરેક અપડેટ મેળવવા માટે નીચેના બેલ આઈકોન પર ક્લિક કરી નોટિફિકેશન ઓન કરો

અમારા વોટ્સએપ ગ્રુપમાં જોઈન થવા માટે અહીં ક્લિક કરો

Translate »
%d bloggers like this: