બોટાદ જીલ્લાના ગઢડા તાલુકાના ગુંદાળા ગામની સીમમાં સગીરા સાથે દુષ્કર્મ આચરનાર શખ્સને ગણતરીના કલાકોમાં પકડી પાડતી ગઢડા પોલીસ ટીમ

બ્રેકીંગ ન્યુઝ ગુંદાળા

પ્રેસનોટ
તા.૧૭/૧૨/૨૦૧૯

*બોટાદ જીલ્લાના ગઢડા તાલુકાના ગુંદાળા ગામની સીમમાં સગીરા સાથે દુષ્કર્મ આચરનાર શખ્સને ગણતરીના કલાકોમાં પકડી પાડતી ગઢડા પોલીસ ટીમ*

*બનાવની વિગત*- આજથી પાંચેક મહિના પહેલા આ કામે ભોગબનનાર સગીરા તેના પરિવાર સાથે ગુંદાળા ગામની સીમમાં રહેતી હતી તે સમયે બાજુની વાડીમાં રહેતા લાલાભાઇ વસંતભાઇ ભીલ રહે.ગુંદાળા ગામની સીમ તા.ગઢડા મુળ ગામ.ઉમરકોઇ તા.નસવાડી જી.વડોદરા વાળાએ ભોગ બનનાર સગીરા સાથે વિશ્વાસ કેળવી તેની મરજી વિરૂધ્ધ શરીર સબંધ બાંધેલ અને આ બાબતે કોઇને કહેશે તો જાનથી મારી નાખવાની ધમકી આપેલ. જેથી ભોગબનનારે કોઇને વાત કરેલ નહી ત્યારબાદ ગઇકાલે ભોગબનનારને પાંચેક માસનો ગર્ભ હોવાની હકીકત તેના પરિવારના ધ્યાને આવતા સમગ્ર ઘટના પ્રકાશમાં આવેલ. જે બાબતે ગઢડા પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ થયેલ છે. અને આગળની તપાસ સર્કલ પોલીસ ઇન્સપેક્ટરશ્રી એ.બી.દેવધા નાઓ સંભાળી રહેલ છે.

બનાવની ગંભીરતાને ધ્યાને લઇ મ્હે.પોલીસ અધિક્ષક શ્રી હર્ષદ મહેતા સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી રાજદીપસિંહ નકુમ સાહેબ નાઓએ સદરહું ગુન્હાના આરોપીને તાત્કાલીક પકડી પાડવાની સુચના આપેલ. જે અન્વયે સર્કલ પોલીસ ઇન્સપેક્ટર શ્રી એ.બી.દેવધા તથા તેમની ટીમ તેમજ ગઢડા પોલીસ સ્ટેશન ના પો.સબ ઇન્સ. શ્રી આર.કે.પ્રજાપતિ તથા તેમની ટીમ દ્રારા સદર ગુન્હાના આરોપી લાલભાઇ વસંતભાઇ ભીલ રહે.હાલ-ગુંદાળા ગામની સીમ તા.ગઢડા મુળ ગામ.ઉમરકોઇ તા.નસવાડી વાળાને ગણતરીની કલાકોમાં પકડી પાડવામાં આવેલ છે.

રિપોર્ટર. ઉમેશ.બી.ગોરાહવા બરવાળા
લાઈવ ક્રાઇમ ન્યુઝ ચેનલ

Translate »
%d bloggers like this: