હોટેલ-રેસ્ટોરન્ટોના રસોડા બહારના ‘No admission without permission’ ના બોર્ડ લગાવી શકેશે નહીં

No admission without permissionનું બોર્ડ રેસ્ટોરન્ટ્સના રસોડાની બહાર નહીં લગાવી શકાય
છેલ્લાં કેટલાક સમયથી વિવિધ રેસ્ટોરન્ટ્સના ફૂડમાંથી ઈયળ, જીવાત નીકળવાના બનાવો વધી રહ્યાં છે તો અનેક ફૂડ વિક્રેતાઓ ગ્રાહકોની હેલ્થ સાથે ચેડા કરે છે.
આવી ઘટનાઓને

લઈને રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા મહત્વનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. જે મુજબ ગ્રાહક રેસ્ટોરન્ટ્સના કિચનને સરળતાથી જોઈ શકશે. ફૂડમાં જીવાત નીકળવાના બનાવોને કારણે રેસ્ટોરન્ટ્સના કિચનની સ્વચ્છતા પર અનેક સવાલો ઉભા થઈ રહ્યાં છે. તો હવે જાગૃત નાગરિકો આરોગ્ય વિભાગમાં આ વિશે ફરિયાદો પણ કરતા થયા છે.
ગ્રાહકોની સતત થઈ રહેલી ફરિયાદોના પરિપ્રેક્ષ્યમાં રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે મહત્વનો નિર્ણય લીધો છે. જે મુજબ રાજ્યની હોટલ-રેસ્ટોરન્ટ સહિતની ખાણીપીણીની કેન્ટીનના રસોડાઓમાં હવે સ્વચ્છતા જોવા કોઈ પણ ગ્રાહક અંદર જઈ શકશે તેમજ રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે હોટેલો રેસ્ટોરન્ટોના રસોડા બહારના ‘No admission without permission’ ના બોર્ડ લગાવી શકે નહીં એવો પણ આદેશ કર્યો છે.

Translate »
%d bloggers like this: