રાજસ્થાનમાં અનામતની આગને પગલે ગુજરાતમાં ભારેલો અગ્નિ.અમદાવાદ-ઉદેપુર નેશનલ હાઇવે 8 બંધ-હાઈવે પર ભારેલા અગ્નિ જેવી સ્થિતિ

રાજસ્થાનમાં ચાલી રહેલા અનામત આંદોલનનો રેલો ગુજરાત સુધી પહોંચ્યો છે. ઉત્તર ગુજરાતના આદિવાસી વિદ્યાર્થીઓ આંદોલનના સમર્થનમાં રસ્તા પર ઉતરી આવ્યા છે. શિક્ષણ ભરતીમાં અનામતની માંગને લઈને છેલ્લા 10-12 દિવસથી રાજસ્થાનના નેશનલ હાઈવે 8 પાસે કાંકરી ડુંગર પર વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે ત્યારે આ વિરોધ પ્રદર્શને આક્રમક અને ઉગ્ર રૂપ ધારણ કર્યું હતું. રાજસ્થાનના આ આંદોલનની અસર ગુજરાતમાં પણ જોવા મળી છે.

મોડી રાત્રે શામળાજી હાઇવે પર હજારો લોકો વિરોધમાં ઉતરી આવ્યા હતા. ત્યારે અરવલ્લી પોલીસે ટોળાને હિંસા કરતા અટકાવ્યા હતા. શામળાજી – ઉદયપુર નેશનલ હાઈવે હાલ બંધ કરી દેવામાં આવ્યો છે.

ગઈકાલે રાજસ્થાનમાં કાંકરી ડુંગરી પાસે હિંસા થઈ હતી. આ પથ્થરમારામાં 4 થી વધુ ગાડીઓ સળગાવાઈ હતી. તો રાજસ્થાનમાં અનામત આંદોલનનો મામલામાં અમદાવાદ-ઉદેપુર હાઇવે ગત રાત્રિથી બ્લોક કરાયો છે. આ કારણે નેશનલ હાઇવે પરનો ટ્રાફિક ડાયવર્ટ કરાયો છે. શામળાજી તરફ આવતા ટ્રાફિકને અંબાજી તરફ ડાયવર્ટ કરાયો છે. હિંસા અને તંગદિલી મામલે પોલીસનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. શામળાજી આશ્રમ ચોકડીથી વાહનો ડાયવર્ટ કરાયા છે. અત્યારે પણ પરિસ્થિતિ કફોડી છે.

ડુંગરપુર પાસે અસંખ્ય વાહનોમાં આગચંપીના બનાવો જોવા મળ્યા છે. જેના કારણે શામળાજી પોલીસે ટ્રાફિક ડાર્યવર્ટ કરવામાં આવી રહ્યો છે. શામળાજી ઉદયપુર નેશનલ હાઇવે 8 બંધ કરવામાં આવતા અનેક લોકોને મુશ્કેલીઓ પડી રહી છે. ડુંગરપુર પાસે આંદોલનકારીઓએ અસંખ્ય ગાડીઓ સળગાવી છે. પોલીસના હાથમાંથી પરિસ્થિતિ કાબુ બહાર હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે.

Translate »
%d bloggers like this: