ગુજરાતના લોકાયુક્ત પદે નવ નિયુક્ત થયેલ નિવૃત જસ્ટિસશ્રી રાજેશ એચ શુક્લાએ લીધા શપથ
ગુજરાતના લોકાયુક્ત પદે નવ નિયુક્ત થયેલા નિવૃત
જસ્ટિસશ્રી રાજેશ એચ શુક્લાને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ રાજભવન ખાતે મુખ્ય મંત્રીશ્રી વિજય ભાઈ
રૂપાણી ની ઉપસ્થિતિમાં હોદ્દો અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ભાઈ ત્રિવેદી અને રાજ્યમંત્રી મંડળના સભ્યો તેમજ મુખ્ય સચિવશ્રી અનિલ મુકિમ, રાજ્ય વડી અદાલતના ન્યાયમૂર્તિઓ અને રાજ્ય સરકારના વરિષ્ઠ સચિવો આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા
શપથ વિધિ સમારોહ પ્રવર્તમાન કોરોના સંક્રમણની સ્થિતિમાં સોશીયલ ડિસ્ટેન્સિંગના અનુપાલન સાથે સંપન્ન થયો હતો