*બંગાળની ખાડીમાં સર્જાયું લો પ્રેશર, ગુજરાતમાં આજથી સારા વરસાદની આગાહી*

તોફાની વાયુ વાવાઝોડાના કારણે વરસાદ ખેંચાઈ જવાની ભીતી હતી પણ દેશના દક્ષિણ અને મધ્યભાગમાં સારો વરસાદ શરુ થઈ ગયો છે. બે દિવસ અગાઉ મધ્યપ્રદેશ અને દક્ષિણના રાજ્યોમાં સારો વરસાદ નોંધાયો છે. હવે ચોમાસું ધીમે-ધીમે ગુજરાત તરફ પહોંચી રહ્યું છે. આવતીકાલથી ગુજરાતમાં પણ ઠેરઠેર વરસાદ થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઈ છે. બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રસરથી વરસાદી વાદળો ગુજરાત તરફ આવી રહ્યા છે.

ચોમાસું દક્ષિણ અને પૂર્વ ભારતથી પશ્ચિમ તરફ આવી રહ્યું છે. ગુજરાતમાં આગામી ત્રણ દિવસમાં બનાસકાંઠા, સાબરકાંઠા સહિત ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સારા વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં સામાન્યથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઈ છે. આજે પણ સૌરાષ્ટ્રમાં વરસાદ નોંધાશે તેવું અનુમાન છે.

હવામાન વિભાગે માછીમારોને પણ સાવચેત રહેવા સૂચન કર્યું છે. ગુજરાતના દરિયા કિનારે આગામી 5 દિવસ સુધી કોઈ પ્રકારનો ખતરો ન હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે પણ આ સાથે દક્ષિણપશ્ચિમ અને પશ્ચિમ મધ્ય અરબી સમુદ્રમાં સાવધાની સાખવાની સલાહ આપવામાં આવી છે. આ દરિયામાં 25 અને 26 તારીખ દરમિયાન ખતરાની નિશાની ગણાવાઈ છે, અને આ સમય દરમિયાન દર્શાવેલા વિસ્તારમાં માછીમારોને ના જવા માટે પણ સૂચન કરવામાં આવ્યું છે.

—————

Translate »
%d bloggers like this: