સૌરાષ્ટ્ર જોન ના ત્રણ જિલ્લા નાં પત્રકારો નું સ્નેહ મિલન અને સંગઠન અધિવેશન ભાવનગર સર્કિટ હાઉસ ખાતે મળી ગયું

સૌરાષ્ટ્ર જોન ના ત્રણ જિલ્લા નાં પત્રકારો નું સ્નેહ મિલન અને સંગઠન અધિવેશન ભાવનગર સર્કિટ હાઉસ ખાતે મળી ગયું

ખૂબ મોટી સંખ્યા માં પત્રકારો ની હાજરી વચ્ચે ત્રણ જિલ્લા નાં “પત્રકાર એકતા સંગઠન” ની રચના સર્વાનુમતે…

તા -૧૭/૧૧/૨૦૧૯ ના રોજ ભાવનગર નાં સર્કિટ હાઉસ ના હોલ માં પત્રકાર એકતા સંગઠન ના સૌરાષ્ટ્ર જોન ના ત્રણ જિલ્લા બોટાદ..ભાવનગર..અમરેલી ના પ્રેસ મીડિયા/ ઇલેક્ટ્રોનિક્સ મીડિયા ના પત્રકારો/રિપોર્ટરો/કેમેરામેન..નું સ્નેહ મિલન તેમજ સંગઠન પર્વ અધિવેશન યોજાઈ ગયું

પ્રદેશ પ્રમુખ શ્રી લાભુભાઈ કાત્રોડીયા..સલીમભાઈ બાવાણી.. ઉપ્રમુખ ગીરવાન સિહ…મહામંત્રી..આર.બી.રાઠોડ..મહિપલભાઈ વાઘેલા..દક્ષિણ ગુજરાત પ્રભારી ભદોરિયા.. સહ પ્રભારી હરજીભાઈ બારૈયા…તાપી જિલ્લા પ્રમુખ વિશ્વાસ દેસ્લે..જોન -૯ ના પ્રભારી અંબાલાલ રાવલ…જોન ૧ ના પ્રભારી ભાર્ગવ ભાઈ જોશી સહિત ઉપસ્થિતિ મા મહેમાનો અને પ્રદેશ પ્રમુખ દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ નો પ્રારંભ કર્યો હતો..પ્રભારી ભાર્ગવ ભાઈ જોશી ની ટીમ પણ હાજર રહી હતી..

સ્વાગત પ્રવચન અને ફૂલ હાર દ્વારા મહેમાનો નું સ્વાગત બાદ ભાવનગર નાં પીઢ પત્રકાર દવે તેમજ મુકેશભાઈ પંડિત ના પિતા અને હેમરાજ સિહ વાળા ના પિતા ના દુઃખદ અવસાન તેમજ યોગેન્દ્ર સિહ ચૌહાણ અને શાંતિ લાલ ત્રિવેદી ના અવસાન ને મૌન પાળી શ્રદ્ધાંજલિ આપી હતી.અને સૌરાષ્ટ્ર જોન ૧ ના બે ભાગ કરી અમરેલી..ભાવનગર..બોટાદ ત્રણ જિલ્લા ને જોન ૧૦ બનાવી તેના પ્રભારી તરીકે.. અયુબભાઈ દસાડીયા..સહ પ્રભારી અશોક ભાઈ હવાલિયા…ની ટીમ બનાવી હતી

પ્રાસંગિક માર્ગદર્શન સલીમભાઈ બાવાણી..અને અજીતભાઈ ગઢવી..અરવિંદભાઈ ભટ્ટી..નીતિનભાઈ સોની…હેમરાજ વાળાએ આપ્યું હતું…દક્ષિણ ગુજરાત જોન પ્રભારી… ભદોરિયા તે આપ્યું હતું..પ્રાસંગિક પ્રવચનો…એ કર્યા બાદ ત્રણ જિલ્લા અને તાલુકા ના પત્રકાર એકતા સંગઠન ની રચના અંગે માર્ગદર્શન આપી…પ્રદેશ પ્રમુખે જણાવ્યું હતું કે પત્રકારો ની કદર કરનાર..પ્રજા પ્રેમી રાજવી કૃષ્ણ કુમાર સિહ જી ની આં ભૂમિ પર પત્રકારો નું દયત્વ ખૂબ વધી જાય છે…

સિંચાઇ નાં પાણી થી વંચિત વિસ્તાર એટલે સૌરાષ્ટ્ર…ચોમેર સમસ્યાઓ થી ઘેરાયેલો જગતનો તાત એટલે સૌરાષ્ટ્ર…શુરાઓ ની ધરતી એટલે સૌરાષ્ટ્ર..અને અખંડ ભારત ના નિર્માણ મા પ્રથમ પોતાનું રાજ્ય દેશના શરણે ધરી દેનાર રાજવી કૃષ્ણ કુમાર સિહજી ના ગોહિલવાડ…જાલા વાડ..કચ્છી કલા થી પંકાયેલુ આં સૌરાષ્ટ્ર..જોન -૧ ના ત્રણ જિલ્લા નાં સંગઠન ની રચના કરતા…ભાવનગર જિલ્લા પ્રમુખ…શ્રી વિષ્ણુભાઇ યાદવ.,બોટાદ જિલ્લા પ્રમુખ..રાજેશભાઈ બરૈયાં ની વરણી સર્વાનુમતે કરી હતી…તમામ તાલુકા ના પ્રમુખો ની પણ વરણી કરવામાં આવી હતી…..નવ નિયુક્ત હોદ્દેદારો નું ઉપસ્થિત આગેવાનો એ સ્વાગત કરી સન્માન કર્યું…

પત્રકારો ની વિકટ સમયે…બેરોજગારી..બેકારી..મહા મોંઘવારી..ખેડૂતો ની બેહાલી..અને મહા મંદી…તેમજ અનેક વિધ સમસ્યાઓ થી ઘેરાયેલ કાળા માથાના માનવીનો એક માત્ર ભરોસો પ્રેસ મીડિયા છે..ખુશામત ખોરી નું કલંક મિટાવવા નો સમય અને તક મળી છે..

પત્રકાર ખુદ અનેક સમસ્યાઓ નો સામનો કરી રહ્યો છે..ત્યારે આં સંગઠન ખૂબ જરૂરી છે..જન સમસ્યાને તંત્ર કે સત્તા સમક્ષ ખડી કરવાનું કામ કરતા પત્રકાર ની સમસ્યા કોણ ઉકેલશે..?

પત્રકાર એકતા સંગઠન ગુજરાત ના ભાવનગર જિલ્લાના પ્રમુખ તરીકે વિષ્ણુભાઈ યાદવ ની નિયુકત કરી હતી તેમજ સર્વનું મટે
પત્રકાર એકતા સંગઠન ગુજરાતના ગુજરાત રાજ્યના આઈ.ટી.સેલ પ્રમુખ તરીકે લાઈવ ક્રાઈમ ન્યુઝ ના ceo પી.ડી ડાભી ની સર્વાનુ મતે નિયુક્તી કરવામાં આવી હતી

અંતમાં પ્રદેશ પ્રમુખ ની ટીમે જોન પ્રભારી ની ટીમે સૌ ને સંગઠન ની રચના મા સહકાર આપવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો..અંતમાં સ્વારૂચી ભોજન લીધું હતું

રિપોર્ટર :- નિશાદ કુરેશી / દેવેન્દ્ર ચુડાસમા મહુવા

નીચેના બેલ આઈકોન પર ક્લિક કરી નોટિફિકેશન ઓન કરો અને મેળવો દરેક અપડેટ તમારા મોબાઈલ પર

Translate »
%d bloggers like this: