ગુજરાત પત્રકાર એકતા સંગઠન ના ત્રણેય ઝોનના સાત જિલ્લા ના પત્રકારોની મીટીંગ તાપી જિલ્લા ના વ્યારા નગરપાલિકા કોન્ફરન્સ હોલ ખાતે યોજાઈ

આજે સવારે 11:00 કલાકે દક્ષીણ ગુજરાત પત્રકાર એકતા સંગઠન ના ત્રણેય ઝોનના સાત જિલ્લા ના પત્રકારોની મીટીંગ તાપી જિલ્લા ના વ્યારા નગરપાલિકા કોન્ફરન્સ હોલ ખાતે યોજાઈ ગઈ જેમાં પ્રદેશ પમૂખ લાભુભાઈ કત્રોડિયા

પ્રદેશ ઉપ પ્રમુખ ગીરવાન સિંહ સરવૈયા

પ્રદેશ મહામંત્રી આર.બી. રાઠોડ
તથા સમીર બાવાણી ઉપસ્થિત રહ્યા હત.

સલીમભાઇ બાવાણી ના અધ્યક્ષ સ્થાને યોજાયેલ મીટીંગ મા તાપી ઝોનના પ્રભારી એસ.વાય ભદોરિયાનિ ટીમ ના યજમાન પદે યોજાયેલ કાર્યક્રમ મા ભાગ લેવા ભરૂચ ઝોનના ધર્મેશ મિસ્ત્રી ની ટીમ તેમજ વલસાડ ઝોનના વિશાલ પટેલ ની ટીમ તેમજ વડોદરા ઝોનના પ્રદીપ સિંહ સરવૈયા ની ટીમ પોત પોતના વિસ્તાર ના સમાવિષ્ટ જિલ્લા ઓ મથી સેંકડો પત્રકારો સાથે ખાસ હાજર રહ્યા હતા

કાર્યક્રમ નો પ્રારંભ ઝોન પ્રભારી અને પ્રદેશ ના આગેવાનો ના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કરવમાં આવ્યો હતો ઉપસ્થિત દરેક જિલ્લા ના પત્રકારોની હાજરી લીધા બાદ પત્રકારોના સૂચનો સમ્ભ્લી કાર્યક્રમ નુ માર્ગદર્શન સલીમભાઇ બાવની એ આપ્યુ હતુ તેમજ દરેક ઝોનના પ્રભરીએ સંગઠન ને વધુ મજબૂત બનાવવા પોત પોતના સૂચનો કર્યા હતા પ્રદેશ પ્રમુખે દરેક ઝોનની જવાબદારીના જિલ્લાઓમાં સંગઠન ની રચના અંગે માર્ગદર્શન આપતા જણાવ્યુ હતુ કે દેશ 21 મી સદી તરફ ગતિમાન છે ત્યારે ગુજરાત ના પત્રકારો 18 મી સદીમાં ધકેલાય રહ્યા છે ત્યારે દરેક પત્રકાર સંગઠન ની જવાબદારી બમણી બને છે નોકરિયાત નો પગાર વધે ટીએ ડીએ વધે મોંઘવારી વધે તો પત્રકાર ની જાહેરાત કેમ ઘટે 25 વર્ષ પહેલા જે સ્થિતિ હતી ત્યાથી પત્રકાર ને તલીયે લાવી દેવાનું કામ શાશન વ્યવસ્થા ની અણ આવડત નો નમૂનો તથા શશ્કો પત્રકાર પ્રત્યે સુગ ધરવતા હોય તેવી માનસિકતા છતી કરે છે.

માટે ગુજરાત ભર ના પત્રકારોએ નાના મોટા ના ભેદભાવ થી દૂર રહી એક થવા ની જરૂર છે અને દરેક જિલ્લા માં સૌ સૌ પત્રકારોની ટીમ નુ ગઠન થાય તે માટે કમર કસાબ તમામ ઝોન પ્રભારી ને આહવાન કર્યુ છે જે જિલ્લા મથી વધુ પત્રકાર ઉપસ્થિત હતા તેવા સાત પૈકી ચાર જિલ્લા ની કારોબારી ની રચના સર્વાનુમતે જાહેર કરી નિમણૂક પામેલ જિલ્લા ના હોદ્દેદારો ને પ્રદેશ ની ટીમ તથા ઉપસ્થિત ઝોન પ્રમુખો એ પુષ્પગુચ્છ આપી સન્માનિત કરી સંગઠન ને વિશેષ મજબૂત કરવા આહવાન કર્યુ હતુ ઉપસ્થિત પત્રકારોએ તાળીઓના નાદ સાથે હોદ્દેદારોને વધાવી જુસ્સો પુરો પાડ્યો હતો કાર્યક્રમને સફળ બનાવવા તાપી જિલ્લાના પ્રભારી શ્રી એસવાય ભદોરિયા તેમજ હરજીભાઇ બારૈયા તથા તેમની ટીમ દ્વારા સુંદર વ્યવસ્થા અને સર્કિટ હાઉસમાં સ્વરૂચિ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી પત્રકારોના સંગઠનની મીટિંગમાં આટલી સુંદર વ્યવસ્થા પ્રથમ વખત જોવા મળી હતી આ મીટિંગથી પત્રકારોમાં નવા જુસ્સા અને પરિવાર ભાવ વધ્યો હતો મીટિંગના અંતે અનેક પત્રકારોએ હવે જ્યાં પણ મીટિંગ હોય ત્યાં આવા તૈયારી બતાવી હતી અંતે આભારવિધિ યજમાન જિલ્લાના એસવાય ભદોરિયા એ કરી હતી અને નવી એક જિલ્લા સંગઠનના હોદ્દેદારોને અભિનંદન પાઠવ્યા હતા

તસ્વીર :- પી.ડી ડાભી તળાજા

અમારી દેરક અપડેટ મેળવવા માટે નીચેના બેલ આઈકોન પર ક્લિક કરી નોટિફિકેશન ઓન કરો અને મેળવો અમારી દરેક અપડેટ અને જુવો સત્ય સચોટ અને સંપૂર્ણ સમાચાર

Translate »
%d bloggers like this: