*આચાર્ય દેવવ્રત ગુજરાતના નવા રાજ્યપાલ*

*આચાર્ય દેવવ્રત ગુજરાતના નવા રાજ્યપાલ*
આચાર્ય દેવવ્રત ગુજરાતના નવા રાજ્યાપલ બન્યા છે. આવતી કાલે ગુજરાતના રાજ્યપાલ ઓપી કોહલીનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે ત્યારે ગુજરાતના રાજ્યપાલ તરીકેની જવાબદારી હવે આચાર્ય દેવવ્રતને સોંપવામાં આવી છે. તેમણે હિમાચલ પ્રદેશના રાજ્યપાલ તરીકે પણ સેવાઓ આપી છે. 2015થી તેઓ હિમાચલ પ્રદેશના રાજ્યપાલ છે આ સિવાય તેઓ હિમાચલ પ્રદેશના સ્ટેટ કાઉન્સિલર પણ રહી ચૂક્યા છે આ સાથે જ હવે સંઘનો દબદબો વધ્યો છે કારણ કે નવા રાજ્યપાલ દેવવ્રત પણ સંઘની સાથે જ જોડાયેલા છે.
*જ્યારે આચાર્ય બન્યા*
દેવવ્રત ચાર ભાઈઓમાં સૌથી નાના હતા. બાળપણમાં તેમનું નામ સુભાષ હતું. શરૂઆતથી જ તેઓ સ્વામી દયાનંદ સરસ્વતીના સિદ્ધાંતો પર ચાલતા હતા. અને આર્યસમાજથી તેઓ પ્રભાવિત હતા. 1981માં ગુરૂકુળ ક્ષેત્રના આચાર્ય દેવવ્રત બની ગયા એ સમયે પાંચથી 10 વિદ્યાર્થીઓ ગુરૂકુળમાં હતા. પણ આજે તેની સંંખ્યા ઉત્તરોતર વધતા 15થી 20 હજાર થઈ ચૂકી છે. જેની પાછળ આચાર્ય દેવવ્રતની મહેનત રહેલી છે.
*બહેનો સાથે છે ખૂબ પ્રેમ*
તેઓ મૂૂળ પાણીપત જિલ્લાના રહેવાસી છે. તેમની ત્રણ બહેનોના સોનીપત જિલ્લામાં લગ્ન કર્યા છે. તેમની ત્રણ બહેનોના અનુક્રમે ગોહાના, નંદીપુર અને સૌથી નાની બહેન રાજખૌદાના ગામ સહેરીમાં છે. તેઓ હંમેશા પોતાની નાની બહેન પાસેથી રાખડી બંધાવવાનું નથી ભૂલતા. તેમનો પ્રયાસ રહે છે કે બહેનના હાથે રાખડી બંધાવે પણ જ્યારે આવું શક્ય નથી બનતું ત્યારે બહેનને પોતાના કુરુક્ષેત્ર નિવાસસ્થાને બોલાવી લે છે. વ્યસ્તતા વચ્ચે પણ તેઓ બહેન પાસે કોઈ પણ કાળે રાખડી બંધાવે જ છે. રાજ્યપાલ બનવાની ઘોષણાના બે દિવસ પહેલા ગુરૂવારે બહેનને તીજની શુભકામનાઓ આપવા માટે પણ તેઓ ગયા હતા.
*૧૬ જુલાઈ ૨૦૧૪ના ગુજરાતના રાજ્યપાલ તરીકે નિમણૂંક થઈ હતી*
રાજ્યપાલ ઓ.પી.કોહલી રાજધાની દિલ્હી ભાજપના સક્રિય સભ્ય અને દિલ્હી ભાજપના પ્રમુખ તરીકે ૧૯૯૯-૨૦૦૦માં હતા. ૧૯૯૪ થી ૨૦૦૦ સુધી રાજ્યસભાના સભ્ય હતા. દિલ્હી વિશ્વવિદ્યાલય શિક્ષક સંઘ (DUTA) અને અખીલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP)ના પ્રમુખ પણ રહી ચૂક્યા છે. તેઓએ દિલ્હી વિશ્વ વિદ્યાલયમાંથી હિન્દી ભાષામાં અનુસ્નાતકની પદવી પ્રાપ્ત કરેલી અને પછી ૩૭ વર્ષ સુધી હંસરાજ કોલેજ અને દેશબંધુ કોલેજ ખાતે વ્યાખ્યાતા તરીકે સેવાઓ આપેલી છે. હિન્દી ભાષામાં રાષ્ટ્રીય સુરક્ષા કે મોર્ચે પર શિક્ષાનીતિ અને ભક્તિકાલ કે સંતોકી સામાજીક ચેતના’ નામનાં ત્રણ પુસ્તકો લખ્યાં છે.

Translate »
%d bloggers like this: