JIOનો 102 રુપિયાનો પ્લાન, ખાસ આ લોકો માટે રહેશે ઉપલબ્ધ

રિલાયન્સ જિયો હવે વધુ એક ખાસ ઓફર લઇને આવી છે. આ ઓફર ખાસ કરીને જમ્મૂ અને કાશ્મીરમાં અમરનાથ યાત્રીઓ માટે છે. જિયોએ 102 રૂપિયાનો પ્રીપેઇડ પ્લાન લોન્ચ કર્યો છે, જેમા જમ્મૂ-કાશ્મીરમાં અમરનાથ યાત્રા પર ગયેલા લોકોને સાત દિવસ વેલિડીટી સાથે અનલિમિટેડ કોલિંગ,500MBડેટા અને દરરોજ 100 એસએમએસ મળશે. 500એમબી ખતમ થયા બાદ યૂઝર્સને 64 કેબીપીએમની સ્પીડથી અનલિમિટેડ ડેટા મળતો રહેશે. હાલ આ પ્લાન પર જિયો પ્રાઇમ મેમ્બરશિપ લાગુ થતી નથી. જેથી આ પ્લાનમાં જિયો એપ્લિકેશન્સની સબ્સ્ક્રિપ્શન મળતું નથી.

જિયો પ્રાઇમ મેમ્બરશિપના કારણે યૂઝર્સને 6000 કરતાં વધુ મૂવીઝ લાખો વીડિયો અને ટીવી શોખ ઉપરાંત લગભગ દોઢ કરોડ ગીત અને 5 હજાર મેગેઝીન, ન્યૂઝ પેપરનું એક્સેસ મળે છે. કારણકે જમ્મૂ-કાશ્મીરમાં પ્રીપેડ સબ્સસ્ક્રાઇબર્સ માટે રોમિંગ સુવિધા પર રોક છે એટલે દેશભરમાં અમરનાથા યાત્રા પર પહોંચેલા શ્રદ્ધાળુઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. શ્રદ્ધાળુ અમરનાથા યાત્રા દરમિયાન પણ તેમના ઘરના સભ્ય સાથે જોડાયેલા રહશે. આ માટે જિયોએ આ પ્લાન રજૂ કર્યો છે.

Translate »
%d bloggers like this: