સુરત સહિત દ. ગુજરાતમાં ફરીથી વરસાદ શરૂ


▪ આગામી 24 કલાકમાં ગુજરાતમાં ચોમાસું વિધિવત રીતે બેસી જશે. તેવું હવામાન વિભાગે જાહેરાત કરી છે. હવામાન વિભાગે જણાવ્યું કે હાલ પ્રિમોન્સૂનનો વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે જાહેરાત કરી છે કે ઉત્તર ગુજરાતમાં બે દિવસમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. તે સિવાય દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હાલ ગુજરાતમાં સીઝનનો 6 ટકા વરસાદ નોંધાયો છે.

▪ હાલ મળતી માહિતી પ્રમાણે, સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં અનેક વિસ્તારોમાં હાલ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભરૂચ અને અંકલેશ્વરમાં પણ વરસાદે દસ્તક આપી છે. હવામાન વિગાભની આગાહી સાચી પડી છે અને સવારે તાપ પછી અચાનક વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.

▪ નવસારી જિલ્લામાં પણ ધોધમાર વરસાદ પડી રહ્યો છે. હાલ વરસાદના કારણે અસહ્ય ગરમીથી લોકોને રાહત મળી છે. સુરત, નવસારી સહિત અનેક વિસ્તારોમાં વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ સર્જાયો છે. તો બીજી બાજુ નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે. છેલ્લા બે દિવસથી વાદળ છાયા વાતાવરણથી નવસારીજનો બફાયા હતા. પરંતુ રવિવારે મોડી રાત્રે વરસાદે વાતાવરણને ઠંડક કરી દીધું હતું. વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરતા શહેરી જનોને ગરમીથી રાહત મળી છે.

ધર્મેશ પટેલ સુરત

Translate »
%d bloggers like this: