કડાકા-ભડાકા સાથે પડેલા ભારે વરસાદે ઉત્તર ગુજરાતને ધમરોળ્યું,

ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં વીજળીના કડાકા સાથે મંગળવારે વરસાદે જમાવટ કરી હતી. ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો હતો તો ક્યાંક હળવા ઝાપટા પડયા હતા. રાજ્યમાં સવારે છ વાગ્યાથી સાંજે આઠ વાગ્યા સુધીમાં સૌથી વધુ વરસાદ પાટણ જિલ્લાના સિધ્ધપુર તાલુકામાં 77 મી.મી. એટલે કે ત્રણ ઈંચ કરતાં વધુ વરસાદ પડયો હતો.

રાજ્યમાં 24 કલાકમાં 33 જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ પડ્યો છે. રાજ્યના 209 તાલુકામાં ઓછાવત્તા પ્રમાણમાં વરસાદ પડ્યોલ છે. સૌથી વધુ વરસાદમહેસાણાના વિજાપુરમાં 4.5 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે રાજ્યના 11 તાલુકા વરસાદ વિહોણાં રહ્યા છે.

અરવલ્લીના મોડાસામાં 2 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. 2 ઈંચ વરસાદમાં જ પાલિકાની પોલ ખુલી ગઇ હતી. મોડાસાના અનેક વિસ્તારમાં મસમોટા ભુવા પડ્યા હતા. મુખ્ય માર્ગ પર 10 ફૂટ જેટલા ઉંડા ભુવા પડ્યા હતા. નગરપાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખૂલી ગઇ છે. સ્થાનિકોના ટેક્ષના કરોડો રૂપિયા પાણીમાંવહી ગયા છે.

છેલ્લા 24 કલાકમાં ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વરસાદે અનેક વિસ્તારોને બાનમાં લીધા હતા, જેને પગલે અનેક સ્થળોએ પાણી ભરાવાના બનાવ બન્યા હતા. અરવલ્લી જિલ્લામાં રાત્રિ દરમિયાન ગાજવીજ સાથે વરસાદ વરસી પડ્યો હતો. એ જ રીતે ગીરસોમનાથના ઊનામાં 70 મી.મી. , બનાસકાંઠાના વડગામમાં 60 મી.મી., ગાંધીનગરના કલોલમાં 54 મી.મી. તેમજ અમદાવાદ શહેરમાં 42 મી.મી. વરસાદ નોંધાયો હતો.

સાબરકાંઠાના હિંમતનગરમાં ગઈકાલે 3.5 ઇંચ વરસાદ ખાબકી પડ્યો હતો. જેને કારણે શહેરના નીચાણ વિસ્તારની સોસાયટી અને માર્ગો પર પાણી ભરાયા હતા. શહેરના આંબાવાડી વિસ્તારમાં રેલ્વે અંડર બ્રિજમાં પાણી ભરાયા હતા.

સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં પડેલો વરસાદ
– ઇડર 3 ઇંચ
– ખેડબ્રહ્મા 2 ઇંચ
– તલોદ 1.5 ઇંચ
– પ્રાંતિજ 2.5 ઇંચ
– પોશીના 2 ઇંચ
– વડાલી 2 ઇંચ
– વિજયનગર 4 ઇંચ
– હિંમતનગર 3.5 ઇંચ

બનાસકાંઠામાં છેલ્લા 24 કલાકમાં પડેલો વરસાદ
– અમીરગઢ 1.4 ઇંચ.
– દાંતા 2.08 ઇંચ
– પાલનપુર 1.6 ઇંચ
– વડગામ 2.4 ઇંચ
– ભાભર 4 મીમી
– દાંતીવાડા 13 મીમી
– ધાનેરા 15 મીમી
– દિયોદર 5 મીમી
– ડીસા 9 મીમી,
– કાંકરેજ 15 મીમી
– થરાદ 4 મીમી,
– લાખણી 14 મીમી

Translate »
%d bloggers like this: