અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર લક્ઝરી બસમાં ભીષણ આગ, 56 મુસાફરોનો બચાવ

બોરસદથી મુંબઈ જતી લક્ઝરી બસમાં શનિવારે સાંજે અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે ઉપર આંકલાવડી ગામ પાસે બસમાં આગ ભભૂકી ઊઠી હતી. બસના ચાલકની સમય-સૂચકતાને કારણે બસમાંના 56 મુસાફરોનો આબાદ બચાવ થયો હતો.
ભરૃચની દિવ્યા ટ્રાવેલ્સની લક્ઝરી બસને આણંદની રાજધાની ટ્રાવેલ્સે મેળવી બોરસદથી મુંબઈ જવા માટે મોકલી હતી. લક્ઝરી બસના ચાલક હૈદરભાઈ બસને બોરસદથી લઈ મુંબઈ જવા નીકળ્યા હતા. લક્ઝરી બસમાં 56 મુસાફરો હતા. આ મુસાફરો ફરવા માટે મુંબઈ જતા હતા. મુસાફરોને બચાવી લેવામાં આવ્યા હતા પણ ગણા મુસાફરોનો   સામાન બળીને ખાક થઈ ગયો હતો.

ધર્મેશ પટેલ સુરત

Translate »
%d bloggers like this: